મુન્ના ભૈયાના મૃત્યુ પછી કાલિન ભૈયાને લોકોની સહાનુભૂતિ મળે છે, જ્યારે ગુડ્ડુ ભૈયા બંદૂકની મદદથી પૂર્વાંચલમાં અરાજકતા સર્જે છે, પરંતુ મજા ત્યારે આવે છે જ્યારે નવા પાત્રોની એન્ટ્રી થાય છે.
વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર-3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ખુરશી માટે રચાતા આ ખેલનું દ્રશ્ય જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મુન્ના ભૈયાના મોત બાદ ગુડ્ડુ પંડિત અને કાલિન ભૈયા ખુરશી મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. મુન્ના ભૈયાના મૃત્યુ પછી કાલિન ભૈયાને લોકોની સહાનુભૂતિ મળે છે, જ્યારે ગુડ્ડુ ભૈયા બંદૂકની મદદથી પૂર્વાંચલમાં અરાજકતા સર્જે છે, પરંતુ મજા ત્યારે આવે છે જ્યારે નવા પાત્રોની એન્ટ્રી થાય છે.
ટ્રેલર અહીં જુઓ.
તમને જણાવી દઈએ કે, 'મિર્ઝાપુર-3 5 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ 'Amazon Prime Video' પર રિલીઝ થશે. આ સિઝનમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, રાજેશ તૈલંગ, શીબા ચઢ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચઢ્ઢા, પ્રિયાંશુ પૈન્યુલી, હર્ષિતા શેખર ગૌર, જેવા કલાકારો જોવા મળશે.