વિશ્વની પ્રથમ AI બ્યુટી સ્પર્ધા યોજાશે,ભારતની AI મોડલનો ટોપ 10માં સમાવેશ

મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી સૌંદર્ય સ્પર્ધાઓ બાદ હવે વિશ્વની પ્રથમ એઆઈ બ્યુટી સ્પર્ધા યોજાવા જઈ રહી છે.AI મોડલ્સ વચ્ચેની આ સ્પર્ધા બ્રિટનની ફેનવ્યૂ કંપની દ્વારા વર્લ્ડ AI ક્રિએટર એવોર્ડ્સના સહયોગથી આયોજિત કરવામાં આવી

બ્યુટી

બ્યુટી

New Update
મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી સૌંદર્ય સ્પર્ધાઓ બાદ હવે વિશ્વની પ્રથમ એઆઈ બ્યુટી સ્પર્ધા યોજાવા જઈ રહી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, AI મોડલ્સ વચ્ચેની આ સ્પર્ધા બ્રિટનની ફેનવ્યૂ કંપની દ્વારા વર્લ્ડ AI ક્રિએટર એવોર્ડ્સ (WAICA)ના સહયોગથી આયોજિત કરવામાં આવી રહી છે.

બે AI ન્યાયાધીશો ઉપરાંત, પીઆર સલાહકાર એન્ડ્ર્યુ બ્લોચ અને બિઝનેસવુમન સેલી એન-ફોસેટ પણ આ સ્પર્ધામાં જજ તરીકે હાજર રહેશે. સ્પર્ધાના પ્રથમ તબક્કામાં, 1500 પ્રતિભાગીઓમાંથી ટોચના 10 AI મોડલની પસંદગી કરવામાં આવી છે. હવે પ્રથમ 3 સ્થાન મેળવનાર મોડલને ઇનામ આપવામાં આવશે.10.84 લાખ રૂપિયા ઉપરાંત મિસ એઆઈ બનનાર મોડલને જનસંપર્ક માટે 4.17 લાખ રૂપિયા આપવામાં આવશે. ભારતની AI મોડેલ ઝરા શતાવરી પણ સ્પર્ધાના ટોચના 10 સહભાગીઓમાં સામેલ છે. ઝારાને મોબાઈલ એડ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરીએ બનાવી હતી.
#મિસ વર્લ્ડ #બ્યુટી
Here are a few more articles:
Read the Next Article