/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/salman-khan759.jpg)
સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે.
વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે મુંબઈ પોલીસ અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે સ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.
મુંબઈ પોલીસના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી હતી. આ મેસેજમાં અભિનેતાને તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી. તપાસકર્તાઓએ ધમકીભર્યો મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો.માનસિક અસ્થિર અને સારવાર લેતા વ્યક્તિને 2-3 દિવસમાં વરલી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ ફટકારાઇ છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (2) (3) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો.