/connect-gujarat/media/media_files/2025/10/21/sc-2025-10-21-09-09-50.jpg)
બોલીવુડના મશહૂર એક્ટર અસરાની હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનો સદાબહાર ડાયલોગ "હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ" દરેક લોકોને યાદ છે. અસરાનીનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમને શોલે, સીતા ઔર ગીતા, મેરે અપને, અભિમાન જેવી અનેક જૂની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને ભૂલ ભુલૈયા, વેલકમ, બોડીગાર્ડ અને ડ્રીમ ગર્લ 2 જેવી નવી ફિલ્મોમાં પણ રોલ કર્યો હતો. તેમને પોતાના કરિયરમાં માત્ર કોમેડી રોલ જ નહીં પરંતુ સિરિયસ રોલ પણ કરેલા છે.
અસરાનીએ પોતાના કરિયરની શરૂઆત 1966થી કરી હતી. તે સમયે આર્ટિસ્ટ અને કોમેડિયનને વધારે પૈસા નહતા મળતા. મહેમૂદ અને જોની લીવર એવા એક્ટર હતા જેઓ ફીના સંદર્ભમાં મોટા એક્ટર સાથે સ્પર્ધા કરી શકતા હતા પરંતુ અસરાની ક્યારેય તે લીગમાં સ્થાન મેળવી શક્યા નહીં. 1970 ના દાયકામાં અનેક હાસ્ય કલાકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આથી અસરાનીને ઘણા લોકો સાથે સ્પર્ધા કરવી પડતી હતી અને તેથી તેમની ફી ખુબ ઓછી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ 20 થી 25 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે.
અસરાની છેલ્લે વર્ષ 2023માં ડ્રીમ ગર્લ 2 ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમના અભિનય અને કોમેડીથી લોકો ખુબ પ્રભાવિત થતા. તેમને લોકોને હસાવવા માટે ક્યારેય ડબલ મીનિંગ કોમેડી કે હાવભાવનો ઉપયોગ નહતો કર્યો. તેઓ ફિલ્મની સ્થિતિ અને રોલ અનુસાર કોમેડી કરતા હતા.અસરાનીએ તેમની છેલ્લી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માટે 45 લાખ રૂપિયા વસૂલ્યા હતા. તો અમુક ફિલ્મોમાં તેમની ફી 50 લાખ રૂપિયા કે તેથી વધુ પણ હતી.