વડોદરા : ARDH FILMના પ્રમોશન માટે BIGGBOSS 14 WINNER રૂબીના દિલેક અને રામપાલ યાદવ પારૂલ યુનિ.ની મુલાકાતે

New Update
વડોદરા : ARDH FILMના પ્રમોશન માટે BIGGBOSS 14 WINNER રૂબીના દિલેક અને રામપાલ યાદવ પારૂલ યુનિ.ની મુલાકાતે

વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર વિકાસની તકો પૂરી પાડવા માટે સતત પ્રયાસરત રહેવા બદલ જાણીતી છે. યુનિવર્સિટીએ "PU Talks" નું આયોજન કર્યું જ્યાં કલા, રાજકારણ, વ્યવસાય અને વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહેમાનોને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા માટે બોલાવવામાં આવે છે.

આ સ્ટુડન્ટ ઈન્સ્પીરેશન પ્લેટફોર્મને ગ્રેસ આપવા માટે નવીનતમ મહેમાનો રાજપાલ યાદવ, રૂબીના દિલેક અને પલાશ મુછલ હતા તેઓ તેમની નવીનતમ મૂવી "અર્ધ" નું ટ્રેલર લૉન્ચ કરવા માટે ખાસ શહેરમાં હાજર હતા. જે 10મી જૂનના રોજ ઓટીટી રીલીઝ માટે સુનિશ્ચિત થયેલ છે. પલાશ મુછલ તેના દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યા છે અને બિગ બોસ સીઝન 14 ની વિજેતા રૂબીના આ નવીનતમ મૂવી દ્વારા બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મિસ રૂબીના અને રાજપાલ યાદવ માટે અલગ અલગ એક્ટ તૈયાર કરી હતી. ત્યારે અભિનેત્રી પોતાના જીવન ની કારકિર્દી જોઈને ભાવુક બની હતી. એક વિદ્યાર્થીએ ત્રણેય મહેમાનો માટે હાથથી બનાવેલા પોટ્રેટ પણ તૈયાર કર્યા હતા અને ખાસ વાત તો એ છે કે યુનિવર્સિટીમાંથી ટ્રેલરને વિશ્વમાં લૉન્ચ કરવાનું પસંદ કરવામાં આવ્યુ હતું