New Update
પીઢ એક્ટ્રેસ અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન છેલ્લે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળ્યાં હતાં.
આ ફિલ્મમાં તેમણે પહેલીવાર નેગેટિવ પાત્ર ભજવ્યું હતું અને તેમના અભિનયની ચારેબાજુ ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.હવે જયાની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ 'દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ' રાખવામાં આવ્યું છે.
બોલિવૂડની પીઢ અભિનેત્રી જયા બચ્ચન, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને વામિકા ગબ્બીની આ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના સેટ પરથી એક તસવીર પણ સામે આવી છે. સિદ્ધાંત, વામિકા અને જયા બચ્ચન, ત્રણેય તસવીરમાં દેખાય છે. જે તસવીર સામે આવી છે, તેમાં દરેક લોકો ખૂબ જ ખુશ અને હસતા જોવા મળી રહ્યા છે. આ તસવીર જોઈને ચાહકો ફિલ્મ માટે ઉત્સાહિત છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ જયા બચ્ચનની તસવીર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ કહે છે કે તેઓ માની શકતા નથી કે જયા બચ્ચન હસી રહી છે.
Latest Stories