Connect Gujarat
મનોરંજન 

'વારિસુ ' અને 'થુનિવુ'એ મચાવી ધૂમ, 5 દિવસમાં 100 કરોડની નજીક પહોંચી આ ફિલ્મ

2023ની શરૂઆતમાં પણ દક્ષિણની કેટલીક ફિલ્મો સારું કલેક્શન કરી રહી છે. જેમાં ચિરંજીવી રવિ તેજા અજિથની ફિલ્મોનો સમાવેશ થાય છે.

વારિસુ  અને થુનિવુએ મચાવી ધૂમ, 5 દિવસમાં 100 કરોડની નજીક પહોંચી આ ફિલ્મ
X

વર્ષ 2023 ની શરૂઆતમાં, ટોલીવુડ તેલુગુ ફિલ્મ ઉદ્યોગ અને કોલીવુડ તમિલ ફિલ્મ ઉદ્યોગ માંથી ઘણી ફિલ્મો રજૂ કરવામાં આવી હતી. મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ હોય કે થાલાપતિ વિજયની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ હોય, બોક્સ ઓફિસ પર નવા વર્ષની શરૂઆતમાં દક્ષિણ ઝોનમાંથી ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ છે. ખાસ વાત એ છે કે ગયા વર્ષે જ્યાં સાઉથની ફિલ્મોનો બોક્સ ઓફિસ પર દબદબો રહ્યો હતો. જ્યારે આ વખતે પણ કઈક એવું જ બનશે...

2023માં દક્ષિણની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ છે.11મી જાન્યુઆરીએ રિલીઝ થયેલી 'વારિસુ' અને ' થુનિવુ'એ સારું કલેક્શન કરીને ઉજ્જવળ ભવિષ્યના સંકેતો દર્શાવ્યા છે. 13 જાન્યુઆરીએ રિલીઝ થયેલી 'વોલ્ટેર વીરૈયા'એ પણ શરૂઆતના દિવસે શાનદાર કામ કર્યું હતું. તો ચાલો જાણીએ કે ટોલીવુડ અને કોલીવુડની કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું.

સૌથી પહેલા વાત કરીએ તમિલ ફિલ્મો 'વારિસુ ' અને 'થુનીવુ' વિશે.થાલાપતિ વિજયની ફિલ્મ વારીસુએ શરૂઆતના દિવસે જ લગભગ 30 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને ફિલ્મ સ્ટાર અજિથની 'થુનીવુ' થી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, જેણે શરૂઆતના દિવસે માત્ર 21 કરોડની કમાણી કરી.પરંતુ હવે આ બંને ફિલ્મોની રિલીઝને પાંચ દિવસ વીતી ગયા છે. આ દિવસોમાં 'થુનીવુ'એ 'વારિસુ'ને કમાણીના મામલે ઘણું પાછળ છોડી દીધું છે.

અભિનેતા વિજયની ફિલ્મ વારીસુએ હિન્દી બેલ્ટમાં લગભગ ચાર કરોડની કમાણી કરી છે. મળતી માહિતી અનુસાર પહેલા વીકએન્ડના શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો... શુક્રવારે 79 લાખ, શનિવારે 1.55 કરોડ, રવિવારે 1.54 કરોડ. કુલ 3.88 કરોડ.આ માત્ર હિન્દી વર્ઝન કલેક્શન છે.

તે જ સમયે, તમિલમાં આ ફિલ્મે ધૂમ મચાવી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને પોંગલ પર રિલીઝ થયેલી બંને ફિલ્મો વિશે માહિતી આપી હતી. તેણે ટ્વીટ કરીને જાણકારી આપી કે 'વારિસુ' એ પાંચમા દિવસે તમિલ બોક્સ ઓફિસ પર 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે અજીતની ફિલ્મ થુનીવુએ ઘરેલુ બોક્સ ઓફિસ પર લગભગ 100 કરોડની કમાણી કરી છે.

સાથે જ મનોબાલા વિજયબાલને અત્યાર સુધીના કુલ કલેક્શન વિશે માહિતી આપી હતી. તેમના ટ્વીટ અનુસાર, 'થુનીવુ' એ પહેલા દિવસે 24.59 કરોડ, બીજા દિવસે 14.32 કરોડ, 3 દિવસે 12.06 કરોડ, 4 દિવસે 13.12 કરોડ, 5મા દિવસે 15.85 કરોડનું કલેક્શન કર્યું હતું. કુલ 79.94 કરોડ. ચિરંજીવી અને રવિ તેજા સ્ટારર ફિલ્મે ત્રીજા દિવસે 20 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 108 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

Next Story