/connect-gujarat/media/post_banners/0f3cc91e7ae23e2eb460df9d71f1874231a383afef0e9a363859a4408fc7d8d9.webp)
સિંગર અરમાન મલિકે સોમવારે એટલે કે આજે પોતાની સગાઈની જાહેરાત છે. સિંગરે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, હેન્ડસમ અરમાન મલીક અનેક યુવતીઓના દિલ પર રાજ કરે છે અને આજે તે બધી યુવતીઓનું દિલ તૂટી ગયું છે. અરમાનની સગાઈના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં સિંગર પોતાની ગર્લફ્રેન્ડને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યા છે. આશના પણ આ પ્રપોઝલથી ખૂબ જ ખુશ જોવા મળે છે. આશના પોતાની સગાઈની રિંગને ફ્લોટિંગ કરતી પણ જોવા મળે છે. અરમાન અને આશના એકમેકને 2019થી ડેટિંગ કરી રહ્યા છે. જો કે 2017માં પણ તેઓ રિલેશનશિપમાં રહ્યા હતા. પણ બંને અલગ થઈ ચૂક્યા હતા. આ પછી 2019માં તેમણે ફરીથી ડેટિંગ શરૂ કર્યું હતું. તેઓએ એકમેકના સંબંધોને છુપાવવાની કોશિશ કરી નહીં પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા હતા. હવે આ કપલે સગાઈ કરી છે અને હવે તે લગ્નના બંધનમાં બાંધવા માટે તૈયાર છે.