પ્રખ્યાત કન્નડ સિંગર શિવમોગા સુબ્બના હવે આપણી વચ્ચે નથી રહ્યા. શિવમોગ્ગા સુબ્બનાનું ગુરુવારે રાત્રે હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. શિવમોગા સુબ્બન્નાએ 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુની પુષ્ટિ પરિવારના નજીકના સૂત્રો દ્વારા કરવામાં આવી હતી. સૂત્રએ કહ્યું હતું કે સુબ્બન્નાને શહેરની જયદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એમનું નિધન થયું હતું.
સિંગર શિવમોગા સુબ્બનાનું કન્નડ મ્યુઝીકની દુનિયામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. સિંગર શિવમોગ્ગા સુબ્બના કન્નડ ભાષાનાં પહેલાં એવા ગાયક હતા જેમને વર્ષ 1978માં રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. એ પુરસ્કાર તમને ફિલ્મ ‘કાડુ કુડુરે’ ફિલ્માં ગયેલ ગીત માટે આપવામાં આવ્યો હતો.
મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં સિંગર શિવમોગા સુબ્બના એક વકીલ તરીકે કામ કરતા હતા. સિંગર શિવમોગા સુબ્બના એ પ્રસિદ્ધ કન્નડ કવિઓ કુવેમ્પુ (કેવી પુટ્ટપ્પા), દા રા બેન્દ્રે, કેએસ નરસિમ્હા સ્વામી, જીએસ શિવરુદ્રપ્પા અને અન્યોની કવિતાઓ માટે રાગો રચ્યા અને તેમની કવિતાને લોકો સુધી પહોંચાડી હતી.સુબ્બનાનો સુગમ સંગીતમાં મહત્વનો ફાળો છે. 1978માં પ્લેબેક સિંગિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2006માં કન્નડ કંપુ એવોર્ડ, 2008માં કુવેમ્પુ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ અને 2009માં સુંદરશ્રી એવોર્ડ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
