Connect Gujarat
ફેશન

શું તમારી સ્કીન પણ ઓઇલી છે? તો આ ખાસ ફેશ પેક લગાવો, ઓઇલી સ્કિનથી મળશે છુટકારો....

ઓઇલી સ્કીનથી છુટકારો મેળવવા માટે અસરકારક ફેસ માસ્ક વિષે જણાવીશું, જેને એપલાઇ કરવાથી તમારી સ્કીન ઓઇલ ફ્રી થઈ જશે.

શું તમારી સ્કીન પણ ઓઇલી છે? તો આ ખાસ ફેશ પેક લગાવો, ઓઇલી સ્કિનથી મળશે છુટકારો....
X

વરસાદી વાતાવરણમાં સ્કીન ખૂબ જ ઓઇલી થઈ જાય છે. જેના કારણે ચહેરા પર ખીલની સમસ્યા થાય છે. સાથે જ વાઇટ હેડ્સ, બ્લેક હેડ્સ, અને પિંપલ્સની સમસ્યા થવા લાગે છે. ઓઇલી સ્કીન માટે બજારમાં ઘણી વસ્તુઓ મળે છે. પરતું આ પ્રોડક્ટસ પાછળ ઘણો બધો ખર્ચ થાય છે. અને સાથે સાથે તે સ્કિનને પણ નુકશાન કરે છે. તો અમે આજે તમને ઓઇલી સ્કીનથી છુટકારો મેળવવા માટે અસરકારક ફેસ માસ્ક વિષે જણાવીશું, જેને એપલાઇ કરવાથી તમારી સ્કીન ઓઇલ ફ્રી થઈ જશે.

લીમડાનો પાવડર

2 ચમચી લીમડાના પાવડરમાં 1 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ પછી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પરનું ઓઈલ દુર થશે.

એલોવેરા જેલ

આ માસ્ક માટે એલોવેરા જેલ લેવું અને તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. તેને લગભગ 15 મિનિટ સુધી લગાવો અને પછી તમારો ચહેરો ધોઈ લો. તેનાથી ઓઈલ કંટ્રોલ થશે

દહીં

જો તમે તૈલી ત્વચાથી પરેશાન છો તો ચહેરા પર દહીંને સારી રીતે લગાવો. પછી તમે તેને લગભગ 15-20 મિનિટ માટે લગાવી રાખો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

Next Story