ઘણા લોકો ચહેરાના દાઘ દૂર કરવા માટે મેકઅપ લગાવે છે. જ્યારે કેટલાક લોકો તેને દૂર કરવા માટે કેમિકત યુક્ત ફેશવોશ કે સિરમનો ઉપયોગ કરતાં હોય છે. આ વસ્તુઓ મોંઘી તો છે સાથે સાથે લાંબા ગાળે તમારા ચહેરા પર નુકશાન પણ કરે છે. આવી સ્થિતિમાં તમે ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે ઘરેલુ ઉપૌ અજમાવી શકો છો. આ ડાઘ દૂર કરવા માટે તેમ હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર ચમક આવશે. તો ચાલો જાણીએ હળદરનો કઈ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે.
લીંબુ અને હળદર
લીંબુનો રસ અને હળદર પાવડર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર અને ગરદનના ભાગમાં લગાવો. ત્વચા સુકાઈ જાય ત્યાં સુધી હળદર અને લીંબુની પેસ્ટ લગાવો. થોડા સમય પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ નાખો. તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત હળદર અને લીંબુની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
હળદર અને દહીં
તમે ત્વચા માટે હળદર અને દહીનો ઉપયોગ કરી શકો છો. આ માટે બે ચમચી દહીંમાં હળદર મિક્સ કરો. આ પેસ્ટને ડાર્ક સ્પોટ પર લગાવો. 20 મિનિટ પછી ત્વચા પર હળવા હાથે મસાજ કરો. આ પછી તેને સાફ કરી લો.
હળદર અને મધ
એક ચમચી મધ માં થોડી હળદર ઉમેરી મિક્સ કરો. બંનેને મિક્સ કરી પેસ્ટ બનાવો. હળદર અને મધની પેસ્ટ ત્વચા પર અને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો. હવે તેને સાદા પાણીથી ધોઈ નાખો. મધ તમારી ત્વચાને કોમલ બનાવે છે.
હળદર અને ટામેટાં
તમે ત્વચા માટે હળદર અને ટમેટાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે ટામેટાના રસમાં એક ચમચી હળદર મિક્સ કરો. આ બંનેને મિક્સ કરી એક ફેશપેક તરીકે ઉપયોગ કરો. જો આ પેસ્ટ ઘટ્ટ થઈ ગઈ હોય તો તમે તેમાં સાદું પાણી પણ ઉમેરી શકો છો. હળદર અને ટમેટાની પેસ્ટ ત્વચા પર 10 મિનિટ સુધી લગાવો. તે પછી તેને ત્વચા પરથી દૂર કરો. હળદર અને ટમેટાની આ પેસ્ટ તમારી ત્વચા પરની ફોલ્લીઓને હળવા કરવાનું કામ કરશે.