Connect Gujarat
ફેશન

કેળાની પેસ્ટ અને નારિયેળ તેલ તમારા વાળને બનાવશે સ્મૂથ અને સિલ્કી, સાથે જ અટકાવશે ખરતા વાળ

શુષ્ક વાળને નરમ કરવા માટે તમે નારિયેળ તેલ અને કેળાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

કેળાની પેસ્ટ અને નારિયેળ તેલ તમારા વાળને બનાવશે સ્મૂથ અને સિલ્કી, સાથે જ અટકાવશે ખરતા વાળ
X

શિયાળાની સિઝનમાં વાળને લગતા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. ઘણા લોકો શુષ્ક વાળની સમસ્યાથી પરેશાન હોય છે. એવામાં તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. તે તમારા વાળને ઊંડાણપૂર્વક પોષણ આપશે. ચાલો જાણીએ કે નારિયેળ તેલનો કેવી રીતે ઉપયોગ કરશો.

નારિયેળ તેલ અને કેળાંની પેસ્ટ

શુષ્ક વાળને નરમ કરવા માટે તમે નારિયેળ તેલ અને કેળાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં 3 ચમચી તેલ, અને કેળાની પેસ્ટને મેષ કરો. હવે આ પેસ્ટને પેકની જેમ વાળમાં લગાવો. આ પછી સ્વચ્છ પાણીથી વાળ સાફ કરી નાખો. નરમ વાળ માટે તમે અઠવાડિયામાં એક કે બે વાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

નારિયેળ તેલ અને ઈંડા

નારિયેળ તેલમાં ઇંડાને મિક્સ કરીને વાળમાં લગાવવાથી શુષ્ક વાળની સમસ્યા દૂર થાય છે. આ માટે બંને વસ્તુઓને મિક્સ કરીને માથાની ચામડી પર લગભગ અડધા કલાક સુધી લગાવીને રાખો. આ પછી માથું ઢાંકી દો. તમે અઠવાડિયામાં 3 વખત આ હેર પેકનો ઉપયોગ કરી શકો છો. આ હેર માસ્ક તમારા વાળને મુલાયમ બનાવવામાં મદદ કરશે.

નારિયેળ તેલનું માલીસ કરો

તમે નારિયેળ તેલ ગરમ કરીને માથા પર મસાજ કરવાથી શુષ્ક વાળની સમસ્યા માંથી છુટકારો મળે છે. તેલને માથાની ચામડી પર 10 મિનિટ સુધી મસાજ કરો. આ તેલને માથાની ચામડી પર લગભગ 40 મિનિટ સુધી રહેવા દો. આ પછી માથું હળવા શેમ્પુથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર નારિયેળ તેલથી માથામાં મસાજ કરી શકો છો.

Next Story