95 ટકા લોકો ખોટી રીતે બરફથી ફેસ પર કરે છે મસાજ અને થાય છે ફોલ્લીઓ, જાણો સાચી રીત

બરફ ફેસ પર કેવી રીતે લગાવવો એ પણ ખૂબ જરૂરી છે. તમને ગમે એવી રીતે તમે બરફ લગાવો છો તો સ્કિનને ફાયદો નહીં, પરંતુ નુકસાન થાય છે

New Update
95 ટકા લોકો ખોટી રીતે બરફથી ફેસ પર કરે છે મસાજ અને થાય છે ફોલ્લીઓ, જાણો સાચી રીત

ગરમીમાં લોકોને સ્કિન ટેનિંગ અને રેડનેસની સમસ્યા વધારે થતી હોય છે. આ સમસ્યાને કારણે અનેક લોકોની સ્કિન ખરાબ થાય છે. ગરમીમાં બરફ સ્કિન પર લગાવવાથી અનેક ઘણો ફાયદો થાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે બરફ ફેસ પર કેવી રીતે લગાવવો એ પણ ખૂબ જરૂરી છે. તમને ગમે એવી રીતે તમે બરફ લગાવો છો તો સ્કિનને ફાયદો નહીં, પરંતુ નુકસાન થાય છે. ગરમીમાં બરફથી સ્કિનની રેડનેસ અને ટેનિંગની સમસ્યા દૂર થઇ જાય છે. તો જાણો તમે પણ ગરમીમાં કેવી રીતે બરફ લગાવશો અને શું ફાયદાઓ થાય છે.

· ચહેરા પર બરફ લગાવવાના ફાયદા:-

ટેનિંગની સમસ્યા દૂર થાય:-

ગરમીમાં ચહેરા પર બરફ ઘસવાથી ટેનિંગની સમસ્યા દૂર થાય છે. કાળઝાળ ગરમીમાં ટેનિંગની સમસ્યા વઘારે થાય છે. બરફ ઘસવાથી સ્કિન પર નેચરલી નિખાર આવે છે અને સાથે રેડનેસ દૂર થાય છે.

સનટેનની સમસ્યા દૂર કરે:-

ગરમીમાં મોટાભાગના લોકોને સનટેનની સમસ્યા થતી હોય છે. આ કારણે સ્કિન ડલ પડી જાય છે અને ગંદી લાગે છે. એવામાં તમે ચહેરા પર બરફ લગાવો છો તો સનટેનની સમસ્યા દૂર થઇ જાય છે. બરફ સ્કિનને અંદરથી ક્લિન કરવાનું કામ કરે છે. આ સાથે બરફ બ્લડ સર્કુલેશન સારું કરે છે.

ખીલ જેવી અનેક સમસ્યાઓ દૂર કરે:-

તમારા ફેસ પર ખીલ વધારે થાય છે તો તમે ગરમીમાં બરફ ઘસવાનું શરૂ કરી દો. બરફ ઘસવાથી ખીલ દૂર થાય છે અને સાથે ડ્રાયનેસ ઓછી થાય છે. તમારી સ્કિન ડ્રાય છે તો તમે ગરમીમાં દરરોજ સ્કિન પર હળવા હાથે બરફ ઘસો. આમ કરવાથી ખીલ દૂર થાય છે અને સાથે ફેસ પર ગ્લો આવે છે.

આ રીતે ચહેરા પર બરફ લગાવો:-

મોટાભાગના લોકો બરફના ટુકડા લઇને એને સીધી સ્કિન પર એપ્લાય કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આનાથી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે તમે કોટનનું નાનું કપડુ લો અને એમાં બરફ મુકીને પછી સ્કિન પર મસાજ કરો. આમ કરવાથી સ્કિનને ફાયદો થાય છે. આ રીતે બે મિનિટ સુધી મસાજ કરો.

Latest Stories