/connect-gujarat/media/media_files/RBW5JhknzGMi7ibfj8QJ.png)
આજકાલ નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યા પેદા થતી હોય છે. જેને લઈ નાના બાળકોના પણ ઓછી ઉંમરમાં વાળ ધોળા થઈ જાય છે. ત્યારે આ ભૃંગરાજ જડીબુટ્ટી તમને ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ ભૃંગરાજ કુદરતી રીતે વાળને કાળા કરી શકે છે.આજકાલની જીવનશૈલી અને ખાણીપીણી ને લીધે પણ વાળનો ભોગ લેવાય છે. હાલના જીવન પ્રમાણે લોકો ડાય અને અનેક હેર કલરનો યુઝ કરતાં થઈ ગયા છે. પરંતુ કેટલાક લોકો કુદરતી રીતે કાળા વાળ ઈચ્છે છે. એમાં વાળ માટે ફાયદાકારક ભૃંગરાજ ઉપયોગી સાબિત થાય છે. વાળની સંભાળમાં ભૃંગરાજને ખૂબ જ જૂની અને ફાયદાકારક જડીબુટ્ટી માનવામાં આવે છે.
ભૃંગરાજ એક ઔષધીય પાન છે જે આયર્ન, વિટામીન E, મેગ્નેશિયમ, કેલ્શિયમથી ભરપૂર છે. ભૃંગરાજથી હેર માસ્ક બનાવવા તમારે નારિયેળ તેલ જોઈશે. સૌપ્રથમ તમારે ભૃંગરાજના પાનને પાણીમાં પલાળી લો . ભૃંગરાજના થોડાંક પાંદડાને ત્રણથી ચાર ચમચી નારિયેળ તેલમાં મિક્સ કરો. પાનને પાણીમાં સારી રીતે પલાળીને પીસી લો અને તેની પેસ્ટ બનાવી લો. તમારે આ લીલી જાડી પેસ્ટમાં નારિયેળનું તેલ મિક્સ કરવાનું છે. અને આ તૈયાર મિશ્રણને માથા પર લગાવો. આ હેર માસ્ક તમારા વાળના કાળા રંગને લોક કરશે. તેનાથી વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે અને વાળ કુદરતી રીતે સુંદર રહેશે.