/connect-gujarat/media/post_banners/082a4a4b1efa4d1b43f1ffdff2d41c72b871510b8887b1f46ddf196bc1a7a478.webp)
માત્ર ચહેરાની જ સુંદરતા નહીં પરંતુ હાથ અને પગની સુંદરતા પણ ખૂબ જ જરૂરી છે. હકીકતમાં તો ચહેરાની સાથે સાથે હાથ પર તરત જ નજર પડે છે. જે લોકોના નખ લાંબા હોય છે. તા લોકોને વારંવાર નખ તૂટવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ જ્યારે નખ તૂટે છે. ત્યારે તે વાંકા અથવા તો વળેલા દેખાઈ છે. જે ખૂબ જ ખરાબ લાગે છે. નખ તૂટવા પાછળ ઘણા બધા કારણો હોય છે. પરંતુ આ સ્થિતિ સુંદરતા પર ગ્રહણનું કામ કરી શકે છે. નખને તૂટતાં અટકાવવા માટે તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ અને આ માટે તમે ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો જેથી તમારા નખ તૂટતાં નથી.
પોષકતત્વોનું ધ્યાન રાખો
જો શરીરમાં પોષક તત્વોની ઉપાન જણાશે તો તમારા નખ વધશે પણ નહીં અને તૂટી પણ જશે. કેલ્સિયમ નાખના વિકાસ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ ઉપરાંત વિટામિન સી પણ તેમના માટે ખૂબ જ જરૂરી છે. તમારા આહારમાં દૂધ, ઈંડા અન્ય આરોગ્યપ્રદ વાનગીઓનો સમાવેશ કરો. વિટામિન સી માટે લીલા શાકભાજી અને ખાટા ફળોને તમારી દિનચર્યામાં સામેલ કરો.
નારિયેળ તેલ અને મીઠું
નારિયેળના તેલમાં મીઠું મિક્સ કરીને તમારા નખ પર લગાવો. આ તેલમાં તમારા નખને પલાળીને રાખો. આમ રોજ રાતે આ રીતે નખને તેલમાં પલાળી રાખવાથી થોડા જ દિવસોમાં તમને નખનો ગ્રોથ વધતો જોવા મળશે.
ક્યુટિકલ્સનું ધ્યાન રાખો
શું તમે જાણો છો કે નખની આજુબાજુની ત્વચાને વારંવાર નુકશાન થાય છે. આથી જ નખ પણ નબળા પડે છે. ક્યુટિકલ્સને નુકશાન થાય છે તો તમારા નખને પણ દુખાવો થાય છે. તો આનાથી બચવા માટે તમે નારિટેળનું તેલ પણ લગાવી શકો છો.
કૃત્રિમ નખનો ઉપયોગ કરવાનું ટાળશો
કૃત્રિમ નખનો ઉપયોગ તૂટેલા કે વાંકાચુકા નખને છુપાવવા માટે થાય છે. તેમનો ઉપયોગ નખને વધુ નબળા બનાવી દે છે. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓમાં રસાયણ હોય છે. જેનો વધુ પડતો ઉપયોગ નખના સ્વાસ્થ્યને બગડી શકે છે.