શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે ફોલો કરો ટિપ્સ, સૌ કોઈ કરશે તમારા જ વખાણ....

દુનિયામાં અનેક પ્રકારના શિયાળામાં પહેરવા માટે કપડાં મળે છે. તેમાથી સ્વેટર ડ્રેસ સૌથી ઉપર આવે છે

New Update
શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે ફોલો કરો ટિપ્સ, સૌ કોઈ કરશે તમારા જ વખાણ....

શિયાળાની શરૂઆતની સાથે સાથે ડિસેમ્બર મહિનાની પણ શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે ઠંડી પણ ખૂબ જ વધુ પડવા લાગે છે ત્યારે એ જ નથી સમજાતું કે ઠંડીથી બચવા ક્યારે અને શું પહેરવું કે જેથી તમે સ્ટાઇલિશ પણ દેખાવ. તો આજે અમે એવી કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જે તમને શિયાળાની ઋતુમાં સ્ટાઇલિશ રાખશે. તો જાણો ક્યાં ડ્રેસ સાથે શું પહેરવું?

સ્વેટર ડ્રેસ

દુનિયામાં અનેક પ્રકારના શિયાળામાં પહેરવા માટે કપડાં મળે છે. તેમાથી સ્વેટર ડ્રેસ સૌથી ઉપર આવે છે. સ્વેટર ડ્રેસને કમ્ફર્ટ અને સ્ટાઇલનું મિશ્રણ કહેવામા આવે છે. ત્યારે તમારા કબાટમાં આ પ્રકારના ડ્રેસનું કલેક્શન રાખો. તેની સાથે તમે લેગિગ્સ, સ્નિકર્સ અને જૂતાં પણ પહેરી શકો છો. એવામાં જો તમે કેઝ્યુયલ લુક ઈચ્છો છો તો સ્વેટર ડ્રેસ તમારા માટે બેસ્ટ છે.

સદાબહાર વેલવેટ ડ્રેસ

વેલવેટ ડ્રેસને સદાબહાર માનવામાં આવે છે. કેમ કે તેની ફેશન ક્યારેય પૂરી થતી જ નથી. આ તમને ગ્લેમરસ લુક આપે છે અને સાથે જ તેને પહેરવાથી તમે સ્ટાઇલિસ પણ દેખાવ છો. શિયાળામાં ડાર્ક કલરના વેલવેટ ડ્રેસ પહેરવાથી તમે રોયલ લુક મેળવી શકો છો. તો વેલવેટ ડ્રેસમાં ઠંડી પણ ઓછી લાગે છે. તો તમે શિયાળામાં આ ડ્રેસ ટ્રાય કરી શકો છો.

મિનિ ડ્રેસ

જો તમને શોર્ટ ડ્રેસ પહેરવાનું પસંદ છે તો તમે મિનિ ડ્રેસ પણ પહેરી શકો છો. શિયાળામાં તમે તેને કોઈ પણ દિવસે પહેરી શકો છો. મિનિ ડ્રેસને તમે બુટ્સ અથવા તો સ્કીન ફિટ લેગ્ગિંસ સાથે પણ પહેરી શકો છો. જો તમે રાતના સમયે તેને પહેરવા ઈચ્છો છો તો તેને હિલ્સ sઆઠે પહેરવાથી સારો લુક મળશે.

લોંગ કોર્ટ

ઠંડીની સિઝનમાં લોંગ કોટની ફેશન એવરગ્રીન રહે છે. આ કોટ જીન્સથી લઈને સાડી, સુટ તમામ આઉટ ફિટ્સ પર પહેરી શકો છો. તે દેખાવમાં પણ સ્ટાઇલિસ લાગે છે.

રેપ ડ્રેસ

જે રીતે ગરમીની સિઝનમાં રેપ ડ્રેસ તમારા લૂકમાં વધારો કરશે તેમ જ શિયાળામાં પણ તમે રેપ ડ્રેસ પહેરી શકો છો. આ વિન્ટર રેપ ડ્રેસ તમે હિલ્સની સાથે પહેરી શકો છો.

સુંદર શોલ

શિયાળામાં શોલ ક્યારેય આઉટડેટેડ રહેતી નથી. સુંદર શોલ પ્લેન સુટ કે સાડી પર ખૂબ જ એલિગન્ટ લુક આપે છે.

Latest Stories