Connect Gujarat
ફેશન

પહેલી વાર જો સાડી પહેરતા હોવ તો અપનાવો આ ટિપ્સ, મિનિટોમાં મળશે પરફેકટ લુક..

પહેલી વાર સાડી પહેરતી વખતે જરુરી છે કે, હળવી સાડીની પસંદગી કરો.

પહેલી વાર જો સાડી પહેરતા હોવ તો અપનાવો આ ટિપ્સ, મિનિટોમાં મળશે પરફેકટ લુક..
X

કોઈ પણ ખાસ અવસર પર મોટા ભાગની મહિલાઓ સાડી પહેરવાનું પસંદ કરે છે. પરંતુ પહેલી વાર સાડી પહેરવાથી અમુક મહિલાઓને ઘણી તકલીફ પડતી હોય છે. જેના કારણે ઘણી વાર ના ગમવા છતા પણ સાડી પહેરવાનો પ્લાન કેન્સલ કરવો પડે છે. તો આવા સમયે જરૂરી છે કે પહેલી વાર સાડી પહેરવા જયે ત્યારે આ અમુક ટિપ્સ છે તે ફોલો કરવી જોઈએ.

લાઇટ વેટ સાડી પસંદ કરો.

પહેલી વાર સાડી પહેરતી વખતે જરુરી છે કે, હળવી સાડીની પસંદગી કરો. હકીકતમાં અમુક મહિલાઓ પહેલી વાર સાડી પહેરવા માટે કાંઝીવરમ અથવા બનારસી જૈવી હૈવી સાડીઓનું સિલેકશન કરી લે છે. જેને બાંધવી અને સંભાળવી મુશ્કેલ હોય છે. સાથે જ તેને પહેરીને આપ અનકમ્ફર્ટેબલ પણ અનુભવ કરાવે છે. એટલા માટે પહેલી વાર સાડી પહેરવા માટે સારુ રહેશે કે આપ જોર્જેટ, શિફોન અથવા કોટનની હળવી સાડી સિલેક્ટ કરી શકો.

· પ્રી પ્લીટ્સ ઓપ્શન ટ્રાઈ કરો

સાડી પહેરતી વખતે જો આપને પ્લીટ્સ બનાવવામાં તકલીફ આવે છે. તો આવા સમયે આપ સાડીને પહેલાથી પ્લીટ કરી શકો છો. આવી રીતે સાડી પહેરવા માટે આપને ખૂબ જ સરળતા રહેશે અને આપ મિનિટોમાં સારી રીતે સાડી પહેરી શકશો. એટલું જ નહીં સાડીમાં આપનો લુક એકદમ પરફેક્ટ દેખ

· સાડીને પિન જરુર કરો

સાડીને સંભાળવા અને પરફેક્ટ લુક માટે તેને સારી રીતે પિન કરવું જરુરી છે. તેના માટે આપ પલ્લૂની સાથે પ્લીટ્સને પણ પિન કરવાનું ન ભૂલો. તેનાથી આપની સાડી સંભાળવામાં સરળતા રહેશે અને પ્લીટ્સને ખુલવાનો ડર પણ નહીં રહે. તેની સાથે જ સાડીને પિનઅપ કરવાથી આપનો લુક પણ ખૂબ ઓર્ગેનાઈઝ્ડ દેખાશે.

· હૈવી બ્લાઉઝ કેરી ન કરો

જો આપ પહેલી વાર સાડી પહેરી રહ્યા છો તો સારુ રહેશે કે આપ વધારે હૈવી બ્લાઉઝ કેરી ન કરો. જો આપ ઈચ્છો તો, સાડીમાં યૂનિક લુક કૈરી કરવા માટે લાઈટ વેટ બ્લાઉઝ સાથે એક્સપેરિમેન્ટ કરી શકો છો. ત્યારે આવા સમયે સારુ રહેશે કે, શર્ટ સ્ટાઈલ બ્લાઉઝ, ક્રોપ ટોપ બ્લાઉઝ અથવા તો સ્પેગેટી બ્લાઉઝની પસંદગી કરો.

Next Story