ફેશ વોશ કરતી વખતે કરેલી ભૂલ ઘણી વાર સ્કિનને ભારે પડી શકે છે. મોટાભાગની મહિલાઓ ફેશ વોશ કરતી વખતે જાણે અજાણે એવિ ભૂલો કરે છે જેનાથી સ્કિનને ખૂબ જ નુકશાન થાય છે. ફેશવોશ કરવો એ ગરમી અને વરસાદની સિઝનમાં ખુબ જ જરૂરી છે. જે ચહેરાને સાફ રાખવાની સાથે સાથે ચહેરા પર ગ્લો લાવે છે. પરંતુ ફેશવોશ કરવાની એક સાચી રીત છે. જેનાથી મોટાભાગની મહિલાઓ અજાણ છે. જેનાથી સ્કિનને આ ફેશવોશનો પૂરતો લાભ મળતો નથી અને ઊલટાનું નુકશાન થાય છે. તો આજે અમે તમને જણાવીએ ફેશવોસ કરવાની સાચી રીત....
1. ફેશવોશ દરમિયાન મોટાભાગની સ્ત્રીઓ હથેળી પર ફેશવોશને લઈને ડાયરેક્ટ ચહેરા પર લગાવે છે અને તેને રગડવા લાગે છે. મોટાભાગની મહિલાઓ કાજલ, લિપસ્ટિક અને મેકઅપનો ઉપયોગ કરે છે. માટે ફેશવોશ કરતાં પહેલા ચહેરાને બરાબર રીતે સાફ કરવો જરૂરી છે. આવું ના કરવાથી મોટા ભાગની સ્ત્રીઓને આંખોમાં બળતરા, ચહેરા પર ખંજવાળ જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
2. મેકઅપ રીમુવલથી ચહેરો સાફ કર્યા બાદ તમારે સીધૂ ફેશવોશ ના લગાવવું જોઈએ. તે પહેલા ચહેરાને સારા પાણીથી સાફ કરવો જોઈએ. ત્યાર બાદ હથેલીમાં ફેશવોશને લઈને હાથની બંને બાજુ રગડીને ત્યાર બાદ તેને ચહેરા પર લગાવવું જોઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ફેશવોશને સર્ક્યુલર મોશનમાં ફેરવીને ચહેરોને સાફ કરવો જોઈએ.
3. ફેશવોશ કર્યા પછી ચહેરાને રુમલથી સાફ કરવો. અને તેમાં તરત ટોનર અને મોઈશ્ચરઇઝર લગાવી દેવું. આ સિવાય તમે એસેન્સિયલ ઓઇલ પણ લગાવી શકો છો. આવું કરવાથી સ્કીન પોર્સને ટાઈટ કરવામાં અને તેને પોષણ આપવામાં મદદ મળે છે.
4. તમારા ચહેરાની સ્કીન ટાઈટ રહે તે માટે જરૂરી છે કે તમે ફેશવોશ કર્યા પછી ચહેરાને સાફ કરીને તરત જ ટોનર કે મોઈશ્ચરઇઝર લગાવી દો. જો તમે ફેશ વોશ પછી ત્વચાને ઘણી વાર સુધી એમ જ રાખો છો તો ત્વચા ઢીલી પડી જાય છે. આમ ફેશવોશ પછી તમારા સ્કિનને પોષણની જરૂર હોય છે અને તે તેને ટોનર અને મોઈશ્ચરઇઝર પૂરું પાડે છે, આથી ફેશવોશ પછી તરત જ ટોનર અને મોઈશ્ચરઇઝર લગાવવું જ જોઈએ.