લિપસ્ટિકની ગણતરી મહિલાઓની સુંદરતાની દિનચર્યાની આવશ્યક વસ્તુઓમાં થાય છે. કઈ લિપસ્ટિક ક્યાં પોષક સાથે લગાવવી તે વિષે છોકરીઓ અને સ્ત્રીઓને વધુ ખબર હોય છે. પરંતુ લિપસ્ટિક સાથે જોડાયેલી કેટલીક અન્ય ખાસ વાતો પણ છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. જો છોકરીઓને લિપસ્ટિક સંબંધિત હેક્સ વિષે ખબર હોય તો મેકઅપ કરવામાં સરળતા રહે છે. તમારી સાથે પણ એવું બન્યું હશે કે લિપસ્ટિક લગાવતી વખતે ઘણી વાર તે તૂટી જાય છે. તો તેનો ફરીથી કેવી રીતે ઉપયોગ કરી શકો છો. મોટા ભાગના લોકો તૂટેલી લિપસ્ટિકને ફેંકી દેતા હોય છે. તો અમે તમને જણાવીશું કે તેનો રિયુઝ કેવી રીતે કરી શકાય.
· જો લિપસ્ટિક તૂટી જાય તો શું કરવું
લગભગ દરેક છોકરીને આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. લિપસ્ટિકની બ્રાન્ડ ગમે તેટલી સારી હોય પરંતુ તે કોઈ કારણોસર તૂટી જતી હોય છે. તો આ માટે તમને એક હેક્સ વિષે જણાવીશું જેના વડે તમે લિપસ્ટિકને ફરીથી ઉપયોગ કરી શકો. આ માટે લિપસ્ટિકના બંને તૂટેલા ભાગને લાઇટરની મદદથી ગરમ કરો અને જ્યારે બંને ભાગો ગરમ થવા લાગે ત્યારે બંને ભાગોને એક બીજા સાથે જોડી દો. આમ કરવાથી તમારી લિપસ્ટિક પહેલાની જેમ જ વાપરવા યોગ્ય બની જશે.
આ સિવાય બીજી રીતમાં લિપસ્ટિકને પિગાળી લો. ત્યાર બાદ આ લિકવીડને આઈસેડોની ખાલી પ્લેટમાં નાખી સેટ કરવા મૂકી દો. લિપસ્ટિક સેટ થઈ જાય પછી તેને બ્રશ વડે હોઠ પર લગાવી શકો છો.
· પરફેકટ લિપસ્ટિક લગાવવાની રીત
પરફેક્ટ લિપસ્ટિક લગાવવાની એક રીત પણ છે. આ માટે લિપસ્ટિક લગાવતા પહેલા તમારા હોઠને એક્સફોલિએટ કરવાનું ભૂલશો નહીં. તમારા હોઠને એક્સ્ફોલિયેટ કરવા માટે તેના પર નારિયેળનું તેલ લગાવો. હવે તમારા હોઠને હળવા હાથે ઘસો. ત્યારબાદ તમે ટીશ્યુ પેપરથી હોઠ સાફ કરો. તેનાથી તમારા હોઠમાં ભેજ આવશે અને ગંદકી દૂર થશે. આ કર્યા પછી, લિપસ્ટિક લગાવો જેથી તે ફેલાશે નહીં. આ ઉપરાંત તમે આઈશેડોનો ઉપયોગ કરીને લિપસ્ટિક લગાવી શકો છો. કેટલીકવાર મેચિંગ લિપસ્ટિક હોતી નથી પરંતુ તમે મેચિંગ આઈશેડો વડે તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો.