Connect Gujarat
ફેશન

સ્કિનની ચમક વધારશે મગફળી, જાણો ક્યાં પ્રકારના ફેશપેક આપશે ફાયદો

ત્વચામાં ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે મગફળીમાંથી બનાવેલ ફેશપેક નો ઉપયોગ કરવાથી ફેસિયલ જેવો ગ્લો આવે છે...

સ્કિનની ચમક વધારશે મગફળી, જાણો ક્યાં પ્રકારના ફેશપેક આપશે ફાયદો
X

મગફળીને આહારમાં સામેલ કરવી જરૂરી છે. તો બીજી બાજુ મગફળીમાંથી બનાવેલ ફેશપેક પણ ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. અને ત્વચાની ચમક લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ત્વચામાં ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે મગફળીમાંથી બનાવેલ ફેશપેક નો ઉપયોગ કરવાથી ફેસિયલ જેવો ગ્લો આવે છે...

1. મગફળી અને હનીપેક:-

ત્રણ મોટી ચમચી મગફળીના દાણા લો. અડધો કપ દૂધ અને એક મોટો ચમચો મધ લો. મગફળી અને દૂધને મિક્સ કરી મિક્સર જારમાં પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને બાઉલમાં કાઢી તેમાં મધ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેકનો ઉપયોગ કરતાં પહેલા ચહેરાને સારી રીતે કાચા દૂધથી સાફ કરો. પછી ફેશપેકને આખા ચહેરા પર લગાવો. 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દઈ સુકાઈ જાય એટલે સાદા પાણીથી ચહેરાને ધોઈ નાખો. આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરો...

2. મગફળી અને કેળાનો ફેસપેક:-

2 નંગ કેળાં લો. અડધો કપ પલાળેલી મગફળી લો. અને એક ચમચી હળદર લો. ફેસપેક બનાવવા મગફળીને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. મગફળીને પીસીને ફાઇન પેસ્ટ તૈયાર કરો. પાકેલાં કેળાને સારી રીતે મેસ કરી ને પેસ્ટ બનાવો. બંને સામગ્રીને સારી રીતે મિક્સ કરીને તેમાં હળદર મિક્સ કરો. ફેસપેક તૈયાર થઈ જશે. તૈયાર કરેલ ફેસપેકને આખા ચહેરા અને ગરદન પર લગાવો. આ પેક પંદર મિનિટ સુધી લગાવો રાખો. પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. જેમની સ્કીન ડ્રાઈ છે તે આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત અને નોર્મલ સ્કીન વાળા 15 દિવસે એક વાર લગાવો. આનાથી ત્વચા પર નિખાર આવશે...

3. મગફળી અને સંતરાનો ફેસપેક:-

બે નંગ સંતરા, અડધો કપ મગફળીના દાણા, 4 ચમચી દૂધ અને સંતરાને છોલીને તેની પેસ્ટ બનાવો. મગફળીના દાનાની પણ પેસ્ટ બનાવો. બંને સામગ્રીને દૂધ સાથે મિકસરમાં મિક્સ કરો. આ પેસ્ટને લગાવતા પહેલા ચહેરાને કાચા દૂધથી સાફ કરો. પછી આ ફેસપેક ચહેરા અને ગરદનના ભાગોમાં લગાવો. પેક સુકાઈ જાય એટલે પાણીથી ધોઈ નાખો. આ પેકનો ઉપયોગ વીકમાં એક વાર કરો ચહેરા પર નિખાર આવશે...

4. મગફળી અને દૂધપેક:-

2 ટેબલસ્પૂન મગફળીમાં 3 ટેબલ સ્પૂન દૂધ ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં થોડા ટીપાં ગુલાબજળના એડ કરો પછી તેને બરાબર હલાવી દો. આ પેસ્ટને ચહેરા પર લગાવતા પહેલા ચહેરાને ફેશવોશથી ક્લીન કરો. પછી ચહેરા પર લગાવી દો. પેક સુકાઈ જાય પછી તેને સાદા પાણીથી ધોઈ નાખો અને આવું કરવાથી તમારા ચહેરાની રંગત નીખરી ઉઠશે..

Next Story