વાળમાં ડેન્ડ્રફએ એક મોટી સમસ્યા છે. ઘણા લોકો ડેન્ડ્રફને કારણે પરેશાન રહેલા હોય છે. કેટલીક વાર તો ડેન્ડ્રફ વાળમાં ઘર કરી જાય નીકળવાનું નામ જ નથી લેતો. આવી સ્થિતિમાં તમે ડેન્ડ્રફથી બચવા માટે કુદરતી વસ્તુઓનો પણ ઉપયોગ કરીને ડેન્ડ્રફને ભગાડી શકો છો. આ કુદરતી વસ્તુઓથી તમારા વાળમાંથી ડેન્ડ્રફ જતો રહેશે અને સાથે સાથે અનેક બીજા પણ ફાયદા થશે.
ટી ટ્રી ઓઇલ
· તમને જો વાળમાં ખુબ જ ડેન્ડ્રફ હોય તો તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ તેલને નારિયેળના તેલ સાથે મિક્સ કરીને વાળમાં નાખો. તેને વાળમાં નાખી થોડી વાર સુધી માલિશ કરો. ત્યાર બાડ 20 મિનિટ સુધી વાળમાં રાખીને પાણીથી ધોઈ નાખો.
એલોવેરા
· વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તાજા એલોવેરાને કાપીને તેની અંદરનો પલ્પ એક બાઉલમાં કાઢી લો. હવે તેને તમારા વાળમાં એપલાઈ કરો અને ધીમે ધીમે મસાજ કરો. ત્યાર બાદ 30 મિનિટ પછી વાળને ઠંડા પાણીથી ધોઈ નાખો.
એપલ સીડર વિનેગાર
· એપલ સીડર વિનેગારનો ઉપયોગ તમે ડેન્ડ્રફને દૂર કરવા માટે કરી શકો છો. આ માટે તમારે એપલ સાઇડર વિનેગારને પાણીમાં મિકસ કરીને વાપરવું પડશે. 20 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો ત્યાર બાદ વાળને પાણીથી ધોઈ નાખો.
ખાવાનો સોડા
· તમે સ્ક્ર્બ તરીકે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરો. આ પાણીથી સર્ક્યુલર મોશનમાં આનાથી માથાની ચામડીમાં મસાજ કરો. તેને 10 મિનિટ સુધી રાખ્યા બાદ વાળ ધોઈ નાખો.
દહીં વાપરો
· ડેન્ડ્રફ દૂર કરવા માટે તમે દહીં નો ઉપયોગ કરી શકો છો. આ માટે દહીંને 20 મિનિટ સુધી માથાની ચામડી પર લગાવીને રાખો અને પછી હૂંફાળા પાણીથી વાળને ધોઇ નાખો.
લીંબુનો જ્યુસ
· ડેન્ડ્રફને દૂર કરવા માટે લીંબુનો જ્યુસ પણ વાળમાં નાખી શકાય છે. આ માટે લીંબુના રસમાં થોડું પાણી મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણને તમારા સ્કેલ્પ માં લગાવો. આમ કરવાથી માથામાં રહેલી ગંદકી સાફ થાય છે. અને તે ખોપરીની ઉપરની ચામડીના પીએચ સ્તરને જાળવી રાખવામા મદદ કરે છે.
આંબળા
· આંબળા ડેન્ડ્રફ દૂર કરવા માટે સારો એવો સ્ત્રોત છે. તમે આંબળાનો પાવડર પણ બનાવી શકો છો. આમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આંબળાના પાવડરની પેસ્ટ બનાવીને પણ તમે માથામાં લગાવી શકો છો. વાળમાં થોડીવાર માટે રાખીને ત્યાર બાદ વાળને ધોઈ નાખો.