/connect-gujarat/media/post_banners/0debe05dec4efc93f1f3dbe8b2481eeffade01cef8e1ff5621a2d0c74b628111.webp)
નેલ પોલિશ છોકરીઓની પહેલી પસંદ હોય છે. દરેક છોકરીઓ અલગ-અલગ ફંક્શન પ્રમાણે નેલ પોલિશ કરતી હોય છે. નેલ પોલિશ તમે પ્રોપર રીતે કરો છો તો નખ બહુ મસ્ત લાગે છે. પરંતુ દરેક છોકરીઓની ફરિયાદ હોય છે કે નેલ પોલિશ કર્યા પછી જલદી સુકાતી નથી અને બગડવા લાગે છે. નેલ પોલિશ ઘણી વાર તમારા કપડા પણ બગાડવાનું કામ કરે છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે ઘરે બેઠા સરળતાથી નેલ પોલિશને સુકાવી શકો છો. તો જાણો આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ વિશે..
નેલ પોલિશને સુકાવવા માટે તમે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે અડધી ડોલમાં ઠંડુ પાણી લો. આ પાણી તમે નોર્મલ પણ લઇ શકો છો. ખાસ ધ્યાન રાખો કે આ પાણી તમારે હુંફાળુ કે ગરમ લેવાનું નથી. હુંફાળુ પાણી લેશો તો નેલ પોલિશ બગડી જશે. આ પાણીમાં નેલ પોલિશ કર્યા પછી હાથને ડુબાડી દો. આમ કરવાથી નેલ પોલિશ ફટાફટ સુકાઇ જશે અને તમારા કપડા પણ બગડશે નહીં.
તમે જ્યારે પણ નેલ પોલિશ કરો ત્યારે ખાસ કરીને એક જ વાર લગાવો. તમે બેથી ત્રણ વાર કોટિંગ કરશો તો નેલ પોલિશ જલદી સુકાશે નહીં અને તમારા કપડા તેમજ બીજી વસ્તુઓ બગડશે. આ માટે હંમેશા નેલ પોલિશ એક વાર લગાવવાની આદત પાડો.
ફટાફટ નેલ પોલિશ સુકવવા માટે તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સૌથી પહેલા નેલ પોલિશ કરી લો અને પછી હેર ડ્રાયર ફેરવો. હેર ડ્રાયરની ગરમ હવાથી નેલ ફટાફટ સુકાઇ જશે તમારે ક્યાંક બહાર જવાનું છે તો ખાસ કરીને ડાર્ક નેલ પોલિશ લગાવો. ડાર્ક નેલ પોલિશને તમે એક વાર લગાવો છો તો મસ્ત રિઝલ્ટ મળે છે, જ્યારે લાઇટ નેલ પોલિશના તમારે બેથી ત્રણ વાર કોટ કરવા પડે છે જેના કારણે એ જલદી સુકાશે નહીં. આ સિવાય ફેનની સ્પીડ ફૂલ કરીને તમે નેલ પોલિશને સરળતાથી સુકવી શકો છો. ફેનની સ્પીડથી નેલ પોલિશ ફટાફટ સુકાઇ જાય છે. એક મિનિટ માટે ફેન ફુલ ચાલુ કરી દો અને પછી ઠંડા પાણીમાં હાથ પલાળો.