વાળ ખરવાની સમસ્યા હવે લોકો માટે સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. ઘણી વાર વાળ એટલા બધા ખરતા હોય છે કે ટાલ પડવાના ચાન્સિસ વધી જાય છે. એવામાં ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે લોકો જાતજાતના પ્રોડક્ટસ વાપરે છે. પરંતુ આ ટ્રીટમેંટથી લાંબા ગાળે હેરને અનેક ગણું નુકશાન થાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવિ ટિપ્સ વિષે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી હેર ફોલ કંટ્રોલમાં કરી શકશો. તો જાણો આ વિષે....
1. શેમ્પૂ યોગ્ય પસંદ કરો
શેમ્પૂ ક્યારેય ટ્રેન્ડના હિસાબથી ના લેશો. હંમેશા પોતાના હેરની ક્વોલિટી પ્રમાણે શેમ્પૂ પસંદ કરો. તમારા વાળ ડ્રાઈ, ઓઇલી અને ફ્રીઝી છે તો તમે સકેલ્પ પર જામેલી ગંદકી અને ખોડો દૂર કરવા માટેનું શેમ્પુ લો.
2. ખોડાથી આ રીતે છુટકારો મેળવો
વાળ વધારે ખારવા પાછળનું એક કારણ ખોડો પણ હોય શકે છે. જેને તમે સૌથી પહેલા ઘરેલુ ઉપચારથી દૂર કરો. આ માટે તમે દહીં તેમજ છાસથી માથું ધોવાનું રાખો.
3. ડાયટ ફોલો કરો
વાળ ખરતા અટકાવવા માટે પ્રોપર ડાયટ ફોલો કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે ડાયટમાં પ્રોટીન, વિટામિન એ, સી, ડી, સામેલ કરો. આ સાથે આર્યન અને ઝીંકના સ્ત્રોત વાળા ખોરાક ખાવાનું શરૂ કરો. આ પોષક તત્વોની ઉણપને કારણે વાળ વધારે ખરે છે.
4. હેર સ્ટાઈલ પર ધ્યાન આપો
જો તમે વાળને ખૂબ જ ટાઈટ બાંધો છો તો તમારે આના પર ધ્યાન આપવું જોઈએ. હેર સ્ટાઈલ વધુ પડતી ટાઈટ હશે તો પણ વાળ ખરવાની સમસ્યા વધશે. આ માટે હેરને ઓછા ટાઈટ બાંધો અને પ્રોપર ડાયટ લેવાનું શરૂ કરો.
5. હેર માસ્ક લગાવો
વાળને મજબૂત બનાવવા માટે પ્રોટીન રીચ હેર માસ્ક લગાવો. 15 દીવસમાં એક વાર વાળમાં ઈંડું તેમજ કોઈ પ્રોટીન યુકત હેર માસ્ક લગાવો. આ માટે તમે ઈંડામાં લીંબુનો રસ નાખીને પણ વાળમાં લગાવી શકો છો. આ માટે તમે દહીંનો હેરપેક પણ લગાવી શકો છો.
6. મીઠા લીમડાનું સેવન
એક બાઉલમાં નારિયેળ તેલ લો. તેમાં મીઠા લીમડાના પણ નાખો. પછી ગેસ ચાલુ કરી બરાબર ઉકળવા દો. પછી આ તેલ વાળમાં નાખો. આ તેલથી ખરતા વાળ બંધ થઈ જશે અને ગ્રોથ પણ ફટાફટ વધશે.
7. ભીના વાળમાં કાંસકો ના ફેરવો
જો તમારા વાળ વધુ ખરે છે તો તમે ક્યારેય ભીના વાળમાં કાંસકો ના ફેરવો. ભીના વાળમાં કાંસકો ફેરવવાથી હેર ફોલ વધુ થાય છે.