વિટામિન C થી ભરપૂર દહીં વધારશે તમારા ચહેરાનો ગ્લો, જાણો ઉપયોગ કરવાની રીત...

દહીંમાં રહેલ લેકટીક એસિડ સ્કિનની તકલીફો દૂર કરે છે. તેનાથી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે. તે ટેનિંગ ની અસરને ઘટાડે છે

New Update
વિટામિન C થી ભરપૂર દહીં વધારશે તમારા ચહેરાનો ગ્લો, જાણો ઉપયોગ કરવાની રીત...

સ્કિનને નિખારવા સાથે ગ્લોઇંગ અને મુલાયમ બનાવવા માટે તમે દહીં નો ઉપયોગ કરી શકો છો. દહીં હેલ્થ માટે તો ખૂબ જ સારું છે સાથે સાથે સ્કીન માટે પણ લાભદાયી છે. દહીંમાં રહેલ લેકટીક એસિડ સ્કિનની તકલીફો દૂર કરે છે. તેનાથી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે. તે ટેનિંગ ની અસરને ઘટાડે છે. તો દહીંનો ઉપયોગ કેવી રીતે કરશો તે આજે અમે તમને જણાવીશું..

1. ચણાનો લોટ અને દહીં

દહીંમાં ચણાનો લોટ મિકસ કરી એક ફેશપેક બનાવો. અને તને તમારી સ્કીન પર સ્ક્રબ કરવાનું રહેશે. જે ડેડ સ્કિનથી પણ રાહત આપશે. આ માટે એક ચમચી ચણાના લોટમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી રાખો. આ પછી ફેશ વોસ કરી લો. તેનાથી સ્કીન ચમકશે.

2. દહીં અને મધ

ડ્રાઈ સ્કીન પર ખાસ કરીને આ પેક અસર કરે છે. તેનાથી સ્કિનને મોશ્ચરાઇઝર મળે છે. એટલે સ્કીન મુલાયમ થાય છે. 2 ચમચી દહીંમાં 1 ચમચી મધ મિક્સ કરીને આ ફેશપેક બનાવો. ત્યાર બાદ આ પેકને 20 મિનિટ સુધી તમારા ચહેરા પર રાખો પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ નાખો. આમ કરવાથી તમને અસર દેખાશે.

3. દહીં અને ટામેટાં

ચહેરા પર મોટા પોર્સ હોય તો તમે આ ફેશપેક ટ્રાઈ કરી શકો છો. તેનાથી ચહેરાની સ્કીન ટાઈટ બને છે. આ માટે ટમેટાનો રસ અને દહીંને મિક્સ કરી ફેશપેક તૈયાર કરો. તેનાથી ચહેરા પર 20 મિનિટ લગાવીને રાખો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ નાખો. આનાથી ચહેરાનું ટેનિંગ પણ ઘટશે.

4. દહીં અને લીંબુ

સ્કિનને નિખારવા માટે આ પેશપેકને જલ્દીથી તૈયાર કરી શકાય છે. એક વાટકીમાં દહીં લો તેમાં થોડા લીંબુના ટીંપા નાખી મિક્સ કરો. હવે તેને ફેશ પર લગાવો અને અને 10 મિનિટ ચહેરા પર રાખ્યા બાદ ફેશ વોશ કરી નાખો.

Latest Stories