New Update
/connect-gujarat/media/media_files/2025/03/12/f2c6gFt2CWVrjxUOUUkI.jpg)
ભરૂચ એ ડીવીઝન પોલીસે મઢુલી સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડી સાથે એક ઈસમને ૭.૪૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત પાંચને વોન્ટેડ જાહેર કરાયા છે.
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પી.એ.આઈ. એ.વી.શિયાળિયાને બાતમી મળી હતી કે એબીસી સર્કલ તરફથી જંબુસર બાયપાસ તરફ એક સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે મઢુલી સર્કલ પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો ૫૧૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧.૨૭ લાખનો દારૂ અને ૨ ફોન તેમજ ફોર વ્હીલ ગાડી મળી કુલ ૭.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રહાડ ગામના પટેલ ફળિયા રહેતો ઇમરાન મોહમંદ ઈસ્માઈલ પટેલને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂ આપનાર સુરતના દિવ્યેશ કાલરીયા,રાજુ મારવાડી અને મંગાવનાર ભરૂચના કુખ્યાત અન્નુ દિવાન,યોગેશ મિસ્ત્રી,ચિરાગ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories