/connect-gujarat/media/post_banners/7c7867b325c824a429e97f724a1576af1d32cc0514af76c67bd3ee3909101d13.webp)
ભારત અને ભૂતાનની વચ્ચે સંબંધો નવી ઊંચાઇ પર પહોંચી ગયા છે. બંને દેશોની વચ્ચે પ્રથમ રેલવે લિન્કને લઇને પ્રાથમિક સરવેનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આસામના કોકરાઝાર અને ભૂતાનના ગેલેફૂની વચ્ચે રેલવેલાઇન માટે હવે ફાઇનલ લોકેશન સરવે કામ હાથ ધરાશે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના હલ્દીબાડીથી બાંગ્લાદેશના ચિલ્હાટી સુધી રેલવે લાઇનનો ભૂતાન માટે વધારાના ટ્રેડ કોરિડોર તરીકે ઉપયોગ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકની મુલાકાત બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. ભૂતાન નરેશ જિગ્મે ખેસર આઠ દિવસીય પ્રવાસ પર ભારતમાં છે. સંયુક્ત નિવેદન મુજબ પશ્ચિમ બંગાળના બનરહાટથી ભૂતાનના સમત્સે વચ્ચે રેલવે લિન્ક સ્થાપિત કરવા પર વિચારણા કરવા અંગે સહમતિ થઇ છે. બંને પક્ષોની વચ્ચે પારસ્પરિક વેપાર, પારસ્પરિક રોકાણ, ઊર્જા, અંતરિક્ષ ટેક્નોલોજી, શિક્ષણ અને પારસ્પરિક સંબંધો સાથે જોડાયેલા વિષયોના કુલ નવ મુદ્દા પર સહમતિ થઇ છે.
બે ઇમિગ્રેશન ચેકપોસ્ટ બનશે. ભૂતાની વિદ્યાર્થીઓ માટે અલગ સીટ, સ્કોલરશિપ : આસામની મેડિકલ કોલેજમાં ભૂતાની વિદ્યાર્થીઓ માટે વધારાની સીટો ફાળવવા માટે ભારતે તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત ભારતમાં ઉચ્ચ શિક્ષણ હાંસલ કરી રહેલા ભૂતાની વિદ્યાર્થીઓની સ્કોલરશિપ વધારવાના મુદ્દે પણ સહમતિ થઇ છે.