ઈરાને ઈરાકના અર્ધ-સ્વાયત્ત કુર્દીસ્તાન ક્ષેત્રમાં કેટલાક લક્ષ્યો પર બેલેસ્ટિક મિસાઈલો ફોડી છે, જેમાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે. રાજધાની એર્બિલ નજીક વિસ્ફોટ બાદ ચાર લોકોએ જીવ ગુમાવ્યા અને છ ઘાયલ થયા. હુમલા બાદ ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
એવું કહેવાય છે કે, વિસ્ફોટનો અવાજ લગભગ 40 કિલોમીટર દૂર સુધી પહોંચ્યો હતો. ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડે આ હુમલા અંગે માહિતી આપી હતી. વિસ્ફોટોનો અવાજ નાગરિક રહેઠાણો તેમજ યુએસ કૉન્સ્યૂલેટના વિસ્તારમાં સંભળાયો હતો, જે એરબિલથી લગભગ 40 કિમી ઉત્તર-પૂર્વમાં છે. અમેરિકન અધિકારીઓએ ન્યૂઝ એજન્સી રૉઈટર્સને માહિતી આપી હતી કે મિસાઈલ હુમલાથી કોઈપણ અમેરિકન સુવિધા પ્રભાવિત થઈ નથી.