/connect-gujarat/media/post_banners/40f46a443b4eff4ec3a4a6cdc9eae01002086e0ee7e7f77afd382e00010ee61c.webp)
આગામી વિધાનસભાચૂંટણીઓના પગલે ગુજરાતના પ્રવેશ માર્ગો ઉપરથી ચુસ્ત નાકાબંધી અને વાહન ચેકિંગની નજરો વચ્ચેથી વિદેશી શરાબનો જંગી જથ્થો ભરેલો ટ્રક હાલોલ હાઇવે ઉપર આવેલી નવજીવન હોટલના કમ્પાઉન્ડમાં ઊભી હોવાની ગુપ્ત બાતમીના આધારે ગોધરા એલ.સી.બી. શાખાના પી.એસ.આઈ. એસ.આર.શર્માની ટીમ દ્વારા ગુપ્ત રાહે હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં અશોક લેલન્ડ ટ્રકમાંથી અંદાઝે રૂ.38.40 લાખ રૂપિયાની કિંમતના વિદેશી શરાબના ક્વાર્ટરીઓની 800 પેટીઓ એટલે કે 38400 શરાબના ક્વાર્ટરીઓનો જંગી જથ્થો ઝડપી પાડીને સપાટો બોલાવતા બુટલેગરોની અંધારી આલમમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.
ગોધરા એલ.સી.બી ટીમના હાથે ઝડપાઈ ગયેલા આંતરરાષ્ટ્રીય વિદેશી શરાબના રાજસ્થાનના અળકાલીયા ગામના રહેવાસી અને ટ્રક ડ્રાઇવર મોહન શંકરજી જોષીની આકરી પૂછપરછ કરતા રાજસ્થાનના અળકાલીયા ગામના શંભુસિંહ અને કુરસિંહ રાજપુત શરાબનો જથ્થો ભરેલી ટ્રક આપી ગયા હોવાનું બહાર આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે જિલ્લામાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈના માર્ગદર્શન અને સુચના હેઠળ એલ.સી.બી ટીમે પંથકમાં દારૂની હેરાફેરી કરતા તેમજ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો તેમજ બૂટલેગરો પર વોચ ગોઠવી છે. જે અંતર્ગત એલ.સી.બી પોલીસના પી.એસ.આઇ.એસ. આર.શર્માને બાતમી મળી હતી કે, હાલોલ નગરની બહાર ગોધરા હાઇવે રોડ પર આવેલા હોટલ નવજીવનના પાર્કિંગમાં એક અશોક લેલન્ડ ટ્રક ઊભેલી છે. જેના વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી છે.
જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસની ટીમે નવજીન હોટલ ખાતે પહોંચી પાર્કિંગમાં ઊભેલી બાતમીવાળી ટ્રકમાં તપાસ કરતા એલસીબી પોલીસને વિદેશી દારૂનો વિપૂલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેમાં ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ક્વાટરીયાની પેટીઓ નંગ 800 જેમાં બોટલો નંગ 38,400 જેની કિંમત રૂ.38,40,000નો વિદેશી દારૂ હાથ લાગ્યો હતો. જેમાં એલ.સી.બી પોલીસે અશોક લેલન્ડ ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક આંતર રાજ્ય ખેપિયા મોહન શંકર જોષીx (રહે. અડકાલીયા, તા.જિ. સલુમ્બર, ઉત્તર પ્રદેશ)ની વિદેશી દારૂનો જથ્થો તેમજ અશોક લેલેન્ડ ટ્રેક જેની કિંમત 20 લાખ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.58,53,810ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર શંભુસિંહ તેમજ કુરસિંહ રાજપૂત (રહે.બસ્સી અડકાલીયા ગામ પાસે, તા.જિ.સલુમ્બર, ઉત્તર પ્રદેશ) મળી કુલ આોપીઓ સામે પ્રોહીબિશનનો ગનો નોંધ્યો.