સ્વાતિ માલિવાલ પર હુમલાનો કેસ,કેજરીવાલના PA બિભવ કુમારને 14 દિવસ જેલમાં મોકલાયો

સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે શુક્રવારે (31 મે)ના રોજ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા

New Update
PA Bibhav Kumar

Swati Maliwal assault case

સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે શુક્રવારે (31 મે)ના રોજ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તેને 14 જૂને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

સવારની સુનાવણીમાં કોર્ટે બિભવની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.બિભવે બુધવારે (29 મે)ના રોજ તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવતા અને વળતર અને દિલ્હી પોલીસ અધિકારીઓ સામે વિભાગીય તપાસની માગ કરતી અરજી દાખલ કરી હતી.જસ્ટિસ શર્માએ આ કેસમાં દિલ્હી પોલીસ અને બિભવ કુમારના વકીલોની દલીલો સાંભળી. જસ્ટિસ નવીન ચાવલાની બેંચ પહેલા બિભવની અરજી પર સુનાવણી કરવાની હતી. જો કે, જસ્ટિસ ચાવલાએ આ કેસને જસ્ટિસ શર્માની બેંચમાં ટ્રાન્સફર કર્યો હતો.

 

દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડવોકેટ સંજય જૈને સુનાવણી દરમિયાન બિભવની અરજી પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ સુનાવણી યોગ્ય નથી. બિભવના વકીલ એન હરિહરને કહ્યું કે દિલ્હી પોલીસે ધરપકડના મેમો અને ધરપકડના કારણોનો ખુલાસો કર્યો નથી. આ બાબત વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે, જેને હળવાશથી ન લેવો જોઈએ.

 

Latest Stories