-
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ
-
NH 48 પર સ્ક્રેપના ગોડાઉનમાં આગ
-
નોબલ માર્કેટમાં આગ ફાટી નિકળી
-
આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા
-
સદનસીબે કોઈ જાનહાની નહીં
અંકલેશ્વર: NH 48 પર સ્ક્રેપના ગોડાઉનમાં ફરી એકવાર આગની ઘટના, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર નજીક હાઇવે ને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર નજીકનાં સ્ક્રેપ માર્કેટમાં અવાર નવાર આગ ફાટી નીકળવાનો સિલસિલો અકબંધ રહ્યો છે. ગતરોજ મોડી રાત્રે નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી.આગને પગલે ગોડાઉનની નજીક જ આવેલ ભડકોદ્રા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઈડમાં એકત્ર થયેલો કચરો પણ સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.
આ આગ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોની ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને નિયત્રંણમાં લીધી હતી. આગની ઘટનામાં ગોડાઉનમાં ભરેલ તમામ વેસ્ટ પ્લાસ્ટિક કચરો બળીને ખાખ થઇ ગયો હતો.સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
