ભુજના BSF મુખ્યાલય ખાતે દિવાળી પર્વની ઉજવણી
સાંસદ વિનોદ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
BSFના જવાનો સાથે સાંસદે કરી દિવાળી પર્વની ઉજવણી
સરહદી રક્ષકોને પાઠવ્યા તહેવારના અભિનંદન
સરહદના રક્ષકો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી
કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભુજના BSF મુખ્યાલય ખાતે વિશેષ દિવાળી ઉત્સવનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું.
દેશની સરહદોની રક્ષા માટે દિવસ-રાત ખડે પહેરે રહેનાર BSFના વીર જવાનો સાથે દીવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. કચ્છ લોકસભાના સાંસદ વિનોદ એલ. ચાવડા દ્વારા ભુજ ખાતે આ વિશેષ દિવાળી ઉત્સવનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું.
કોડકી રોડ પર આવેલા BSF મુખ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદના રક્ષકો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો. સાંસદે જવાનો સાથે ખુશીઓ વહેંચીને દેશભક્તિ અને ઉત્સાહનો એક અનોખો માહોલ ઉભો કર્યો હતો.
આ વિશેષ અવસરે BSFના જવાનોને મીઠાઈઓ અને ભેટ-સોગાદો અર્પણ કરીને તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું, જેનાથી જવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
