હતું. આ ઘટના અમૃતસરના પોશ વિસ્તાર હોલી સિટીમાં બની હતીજ્યાં કપિલ શર્માનું ઘર આવેલું છે. ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ અનુસાર હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કર્યા બાદ તરત જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાના સમયે ઘરમાં કોણ હાજર હતું તે અંગે પોલીસ માહિતી એકત્રિત કરી રહી છે. જોકેસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કપિલ શર્મા હાલ પોતાના પરિવાર સાથે મુંબઈમાં છે અને ઘટનાના સમયે અમૃતસરમાં હાજર નહોતા. પોલીસ આસપાસના રહેવાસીઓના નિવેદનો પણ નોંધાવી રહી છે જેથી હુમલાખોરો વિશે વધુ માહિતી મળી શકે.

ફાયરિંગ બાદ પોલીસે કપિલ શર્માના ઘર તેમજ આસપાસ આવેલા VIP ઘરોની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજના આધારે હુમલાખોરો કયા રસ્તેથી આવ્યા અને કઈ દિશામાં ફરાર થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધી હુમલાખોરોની ઓળખ સામે આવી નથી અને તેમની હુમલાની પાછળનો ચોક્કસ ઇરાદો પણ સ્પષ્ટ થયો નથી.