જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં પાયમાલ કરી રહી છે. કોરોનાના નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. દરરોજ અઢી હજારથી વધુ લોકો મરી રહ્યા છે. પાકિસ્તાન અને ચીન સહિત ભારતના ઘણા પાડોશી દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે. આ દરમિયાન દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા ભારત માટે ત્રિરંગો ધ્વજ સાથે 'સ્ટે સ્ટ્રોજ ઈન્ડિયા' તરીકે ચિહ્નિત થયેલ.
યુએઈમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યું છે કે, "ભારત કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યું છે, તેવામાં તેનો મિત્ર યુએઈ યુદ્ધ જીતવા શુભકામના મોકલે છે." ભારતીય દૂતાવાસે પણ તેનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
ભારતમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયાથી 80 મેટ્રિક ટન જીવન બચાવ ગેસ લાવવામાં આવી રહ્યો છે. ઓક્સિજન મોકલવાનું કામ અદાણી ગ્રુપ અને લિન્ડે કંપનીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા 26 લાખને વટાવી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં એક લાખ 92 હજાર 311 લોકોનાં મોત નીપજ્યાં છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ઓક્સિજનની વધતી માંગને ધ્યાનમાં રાખીને ભારતે 'ઓક્સિજન મૈત્રી' ઓપરેશન હેઠળ ઓક્સિજન કન્ટેનર અને ઓક્સિજન સિલિન્ડર મેળવવા વિવિધ દેશોનો સંપર્ક કર્યો છે. ભારતીય વાયુસેના શનિવારે સિંગાપોરથી ચાર ક્રાયોજેનિક ટાંકી લાવી હતી.