ગુજરાતમાં હાલમાં 32.4 ડિગ્રીથી લઈને 41.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. તેવા સમયે રાજ્યમાં ઋતુમાં ફેરફાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આજે 20 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં સાબરકાંઠાઅરવલ્લીખેડાઆણંદપંચમહાલદાહોદમહીસાગરવડોદરાનર્મદાછોટાઉદેપુરભરૂચસુરતડાંગતાપીનવસારીવલસાડરાજકોટઅમરેલીભાવનગરગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં વહેલુ પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે આ વર્ષે તે 4 દિવસ વહેલુ 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.