/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/17132214/fffff.jpg)
પરવેઝ મુશર્રફ હાલ દુબઈમાં છે. 3 નવેમ્બર, 2007ના રોજ દેશમાં
ઈમરજન્સી લગાવવાના ગુનામાં પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં
રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ, 2014ના રોજ દોષી
ઠેરવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને
ફાંસીની સજા ફટકારી છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ
જસ્ટિસ વકાર અહમદ શેઠની અધ્યક્ષતાવાળી વિશેષ અદાલતની ત્રણ સભ્યોની બેંચે મંગળવારે
આવી સજા સંભળાવી છે. હાલમાં પરવેઝ મુશર્રફ હાલ દુબઈમાં છે. 3 નવેમ્બર, 2007ના રોજ દેશમાં
ઈમરજન્સી લગાવવાના ગુનામાં પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં
રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ, 2014ના રોજ દોષી
ઠેરવવામાં આવ્યા હતા.
આ અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ
મુશર્રફે લાહોર હાઈકોર્ટ (એલએચસી) માં અરજી કરી હતી, જેમાં ઈસ્લામાબાદની વિશેષ અદાલત સમક્ષ પેન્ડિંગ કાર્યવાહી સ્થગિત કરવાની
વિનંતી કરવામાં આવી હતી. તેની સામે દેશદ્રોહનો કેસ છે.
ડોન ન્યૂઝ અનુસાર, વકીલો ખ્વાજા અહમદ, તારિક રહીમ અને અઝહર
સિદ્દીકી દ્વારા દાખલ કરેલી અરજીમાં એલએચસીને વિશેષ અદાલતમાં કાર્યવાહી પર ત્યાં
સુધી રોક લગાવવા જણાવ્યુ હતું જ્યાં સુધી લાહોર હાઇકોર્ટ તરફથી મુશર્રફની અગાઉની
પેન્ડિંગ અરજીઓનો ચુકાદો ન આવી જાય.