ગાંધીનગર : રાજયમાં કૃષિ કાયદાના વિરોધમાં સૂર, કેન્દ્ર સરકારે મંત્રીઓને સોંપી જવાબદારી

New Update
ગાંધીનગર : રાજયમાં કૃષિ કાયદાના વિરોધમાં સૂર, કેન્દ્ર સરકારે મંત્રીઓને સોંપી જવાબદારી

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહયા છે ત્યારે કેન્દ્રં સરકારે ખેડૂતોને સમજાવા મંત્રીઓને જવાબદારી આપી છે. કૃષિ રાજ્યમંત્રી પરસોતમ રૂપાલાએ આજે પત્રકાર પરિષદ યોજી ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતમાંથી પણ સરકારના નવા કૃષિ કાયદાને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે ત્યારે કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી અને કેન્દ્રં સરકારનો પક્ષ ખેડૂતો સમક્ષ મુક્યો હતો.

પરષોત્તમ રૂપાલ જણાવ્યું હતું કે પીએમ મોદી 2014 માં પ્રથમ વખત પીએમ બન્યા ત્યારે ખેડૂતોની આવકનો શબ્દનો પ્રયોગ થયો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે મૂળભૂત કૃષિ નીતિમાં બદલાવ કર્યો અને 2022 સુધીમાં આવક બમણી કરવાનું લક્ષ્ય છે. આ લક્ષ્યને પહોંચી વળવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહયા છે. કેન્દ્રં સરકાર દ્વારા દેશના 11 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. જેને કારણે તેમને વિગતવાર માહિતી મળી રહે અને તેમાં કેન્દ્રં સરકારને સફળતા મળી છે.

ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમને પાકનું પૂરું વળતર મળવું જોઈએ આંદોલન દ્વારા સરકાર પર એમએસપીને કાયદાનું સ્વરૂપ આપવા દબાણ કોંગ્રેસ કરી રહી .છે અમારી સરકારે સ્વામીનાથન કમિટીની ભલામણ લાગુ કરવાનો પ્રયતન કર્યો અને નિર્ણ્ય કર્યો ભારત સરકારે રાજ્ય સરકારો સાથે આ બાબતે ચર્ચાઓ પણ કરી 2014 થી 2019 ની વચ્ચે એમએસપી માં 75 ટકા ની વૃદ્ધિ થઇ છે. અમે ખેતીના જોખમો ને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવ્યા આ યોજના પહેલા પ્રિમયમ અલગ અલગ હતા અને મોટું અંતર જોવા મળતું હતું આ યોજનાથી દેશના ખેડૂતો માટે 1 પ્રિમયમ ની યોજના લાવી ખરીફ પાકમાં દોઢ ટકા અને રવિ પાક માટે 2 ટકા પ્રિમયમ નક્કી કરાયું.

અત્યારે જે વિરોધ ચાલી રહયા છે તે બિલને સમજવાની જરૂર છે અને સમજ્યા બાદ જો ખેડૂતોને ક્યાંય આ બિલ માટે સુધારાની જરૂર હશે તો સરકાર વિચાર કરશે પણ અત્યારનું આ અંદોલન ગતિરોધ કરી રહ્યું છે. અમે ખેડૂતો અને સંગઠનોને અપીલ કરીયે છીએ કે તેઓ આંદોલન સમાપ્ત કરે ખેડૂતોને કઈ પણ નુકશાન નહિ થાય તેવી અમે ખાતરી આપીએ છીએ.

Latest Stories