ગાંધીનગર : મુખ્યમંત્રી અને સેરેસ્ટ્રા ગ્રુપ વચ્ચે એમ.ઓ.યુ., DSIRમાં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રીજીયનની કરાશે સ્થાપના

New Update
ગાંધીનગર : મુખ્યમંત્રી અને સેરેસ્ટ્રા ગ્રુપ વચ્ચે એમ.ઓ.યુ., DSIRમાં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રીજીયનની કરાશે સ્થાપના

ગુજરાત સરકારના મહત્વપૂર્ણ ફ્લેગશિપ પ્રોજેક્ટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રીજીયનની સ્થાપના માટેના ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સેરેસ્ટ્રા ગ્રુપ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.

‘ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી’ અંતર્ગત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર રિજીયનના ભાગરૂપે નિર્માણ પામી રહ્યો છે. જોકે, DSIR અત્યારે વિવિધ સેવાઓ સાથે સજ્જ છે અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ભીમનાથ-ધોલેરા રેલ લાઇનના માધ્યમથી વ્યૂહાત્મક રીતે ઉપયોગી કનેક્ટીવીટીના વિકલ્પો પણ ધરાવે છે. સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે. જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન સ્થાપિત કરશે.

જોકે, શહેરના નિર્માણ માટે માત્ર ઇમારતો જ નહીં પરંતુ સામાજિક બંધારણની મજબૂતી પણ સમયસર આવશ્યક રહેતી હોય છે. આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ધોલેરા-સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયનની સ્થાપના માટે એમ.ઓ.યુ. કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર ગુજરાત સરકાર વતી ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા.

Latest Stories