ગાંધીનગર : મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે રાજ્ય સરકાર છે કટિબદ્ધ : નાયબ મુખ્ય પ્રધાન

ગાંધીનગર : મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે રાજ્ય સરકાર છે કટિબદ્ધ : નાયબ મુખ્ય પ્રધાન
New Update

ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહની હાજરીમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયા બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદની હોસ્પિટલમાં 20 દિવસની સારવાર લીધા બાદ ઘરે પરત ફર્યા હતા. જોકે 25 દિવસની સારવાર બાદ તેઓ ગત શુક્રવારના રોજ પોતાની કચેરીમાં હાજર થયા હતા. જ્યાં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનામાં તેઓની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી.

કોરોનાથી સાજા થયેલા લોકોને મ્યુકોરમાઈકોસીસ નામની બીમારી થાય છે. જેને બ્લેક ફંગસ ઇન્ફેક્શન તરીકે પણ ઓળખાય છે. આ બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર બાદ જે બ્લેક ફંગસ (black fungus) નામની બીમારી થાય છે, તેમાં રાજ્ય સરકાર તમામ દર્દીઓની સારવાર કરવા માટે કટિબદ્ધ છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને પણ દવાઓની માંગ કરી છે, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી જ બ્લેક ફંગસ ઇન્ફેક્શનના ઇન્જેક્શન રાજ્ય સરકારને પ્રાપ્ત થાય છે.

રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં વાવાઝોડાએ અનેક જિલ્લાઓને ધમરોળી નાંખ્યુ હતું, ત્યારે આ બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાની કામગીરીમાં રાજ્ય સરકારે સંપૂર્ણ કટિબદ્ધતાથી કામગીરી કરી લોકોના જીવ બચાવ્યા છે. એક બાજુ કોરોના મહામારી અને બીજી બાજુ વાવાઝોડાના કારણે પરિસ્થિતિ ગંભીર હતી, ત્યારે રાજ્ય સરકારે તમામ કામગીરી સારી રીતે કરી હોવાનું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપ્યું હતું.

#Gandhinagar #Gandhinagar News #Nitin Patel #Connect Gujarat News #Mucormycosis
Here are a few more articles:
Read the Next Article