વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ
ગુજરાતે આખા દેશમાં વગાડ્યો ડંકો
13 લાખથી વધુ ઘરો પર રૂફટોપ સોલાર લાગી
ગ્રીન એનર્જી ક્ષમતા 50.386 ગીગાવોટ પર પહોંચી
ખાવડા પાર્ક વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ
દર વર્ષે 10 જુલાઈએ વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પવન ઊર્જા અને 13 લાખથી વધુ ઘરો પર રૂફટોપ સોલાર લગાવીને ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ગ્રીન એનર્જી ક્ષમતા 50.386 ગીગાવોટ પર પહોંચી છે, જે દેશમાં સૌથી વધુ છે! પવન ઊર્જા અને 13 લાખથી વધુ ઘરો પર રૂફટોપ સોલાર લગાવીને ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.એટલું જ નહીં, કચ્છનો ખાવડા પાર્ક 37.35 ગીગાવોટની ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ બની રહ્યો છે! પવન ઊર્જામાં પણ એકલા કચ્છ જિલ્લો 8,191 મેગાવોટ સાથે મોખરે છે.
આ ક્રાંતિથી રાજ્યમાં 2.37 લાખથી વધુ લોકોને રોજગારી મળી છે. હવે લક્ષ્ય છે વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવોટ ક્ષમતા મેળવવાનું, જે ભારતના લક્ષ્યનો 20 ટકા હિસ્સો હશે!
