વાવઝોડાથી સૌથી અસરગ્રસ્ત ગીર-સોમનાથ જિલ્લામાં વીજ સેવાને પુન:સ્થાપન કરવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. વિવિધ વીજ કંપનીના 500થી વધુ કર્મચારીઓ વીજ સેવા પુન: પ્રસ્થાપિત કરવા કામે લાગ્યા છે.
ઉના અને ગીરગઢડા તાલુકામાં વીજસેવા પુન:સ્થાપિત કરવા માટે ચાલતી કામગીરી અત્યારે અંતિમ તબબકામાં છે ઊનામાં ગત સોમવારની રાત્રે ત્રાટેલા તાઉ તે વાવાઝોડાને પગલે આખા શહેરજ નહીં તાલુકાભરમાં વીજ થાંભલા ધરાશાયી થઇ ગયા છે. અને છેલ્લા 6 દિવસથી અંધારપટ્ટ છે. ઊના શહેર અને સમગ્ર પંથકમાં વીજળીના અભાવે જનજીવન પર ભારે અસર પડી છે. પરીણામે વીજ કર્મીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા રેક્ટિફિકેશનની કામગિરી ચાલી રહી છે.આ માટે પીજીવસીએલની 40, એમજીવીસીએલની 3, યુજીવીસીએલની 8 અને ડીજીવીસીએલની 6 ટીમો આવી ગઇ છે.
આ ટીમોના કુલ 560 કર્મચારીઓ ટ્રેક્ટર, લોડર અને અન્ય મશીનરી દ્વારા કામે લાગ્યા છે. અને વ્હેલી સવારથી લઇ મોડી સાંજ સુધી કામગિરી ચાલી રહી છે. કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકાના 16 સબ સટેશન ખોરવાયા છે તેનું તાત્કાલીક સમારકામ કરી પુરવઠો શરૂ કરવા સુચના આપવામાં આવી છે તેમજ ત્રણ તાલુકામાં ડેમેજ થયેલ 4500 વીજ પોલ અને 400 ટ્રાન્સફોર્મર વ્હેલી તકે બદલી ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પુવર્વત કરવા પણ કંપની કાર્યરત થઇ છે હતું.
આ ત્રણ તાલુકા પૈકી કોડીનાર શહેર તેમજ 9 ગામોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે. ઉના શહેરના 50 ટ્રાન્સફોર્મર અને 250 વીજ પોલ બદલવા માટે યુધ્ધના ધોરણે 35 ટીમો દ્વારા સમારકામ ચાલુ છે જે બે દીવસમાં પુર્ણ થશે.