ગીર સોમનાથ : ખેડૂતોએ માવજત કરીને વૃક્ષો મોટા કર્યા, ત્યાં જ તાઉતે વાવાઝોડાએ પાકને પહોચાડ્યું મોટું નુકશાન

New Update
ગીર સોમનાથ : ખેડૂતોએ માવજત કરીને વૃક્ષો મોટા કર્યા, ત્યાં જ તાઉતે વાવાઝોડાએ પાકને પહોચાડ્યું મોટું નુકશાન

રાજ્યમાં આવેલ તાઉતે વાવાઝોડાના કારણે સૌથી વધારે ખેતીના પાકને નુકશાન થયું છે. જ્યા નજર કરો ત્યાં માત્ર તારાજીની તસવીરો સામે આવી રહી છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી નારયેળી અને કેરીના પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતો હવે સરકારી સહાયની તાત્કાલિક માંગણી કરી રહ્યા છે.

તાઉતે વાવાઝોડું જે ઉના અને દીવના દરિયા કિનારે ત્રાટક્યું હતું. જેના કારણે ભારે તબાહી સર્જાઈ છે, ત્યારે વાત કરીએ તો ગીરની પ્રખ્યાત કેસર કેરી અને નારયેળીના પાકને ભારે નુકશાન થયુ છે. અહીં અનેક આંબાના ફાર્મ અને નારયેળીના ઝાડ તબાહ થઈ ગયા છે. અહીં ઉનાળુ પાકને પણ કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

જેના પગલે ખેડૂતોની વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આંબા અને નારયેળીના બગીચાની માવજત કરીને વૃક્ષો મોટા કર્યા હતા. પરંતુ વાવાઝોડાએ આ વૃક્ષોનો વિનાશ કર્યો છે. ખેડૂતોની હાલત ઘણી કફોડી બની છે, ત્યારે હાલ તો સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Latest Stories