ગીર સોમનાથ : તાઉતે વાવાઝોડાએ સર્જી ભારે તારાજી, ખેતી-બાગાયતી પાકોના નુકશાન સામે સર્વેની કામગીરી શરૂ

New Update
ગીર સોમનાથ : તાઉતે વાવાઝોડાએ સર્જી ભારે તારાજી, ખેતી-બાગાયતી પાકોના નુકશાન સામે સર્વેની કામગીરી શરૂ

તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોમાં વ્યાપક નુકશાન સાથે ભારે તારાજી સર્જી છે, ત્યારે સમગ્ર જીલ્લામાં ખેતીને થયેલ નુકશાનીના સર્વે માટે યુઘ્ઘના ઘોરણે કામગીરી હાથ ઘરવામાં આવી છે.

તાઉતે વાવાઝોડના કારણે ગીર સોમનાથ જીલ્લામાં ખેતી અને બગાયતી પાકનો સોથ વળી ગયો છે. કેસર કેરી અને નારીયેળીના બગીચાઓ તહસનહસ થઇ ચુકયા છે. તો બીજી તરફ તલ અને બાજરી સહીતના તૈયાર પાકનો પણ નાશ થયો છે. એક તબ્બકે કહી શાકાય કે, જગતના તાત એવા ખેડૂત પાયમાલીની કગાર પર આવી ગયા છે. સરકાર દ્વારા ખેતી પાકના વ્યાપક નુકશાનની ગંભીરતાને ઘ્યાને લઇ યુઘ્ઘના ઘોરણે સર્વેની કામગીરી માટે આદેશ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં પોરબંદર, રાજકોટ, મોરબી, મહેસાણા અને વડોદરાના અઘિકારીઓને સર્વે માટે કામે લગાડવામાં આવ્યા છે.

ખેતીવાડી અઘિકારીના જણવ્યા અનુસાર, ખેતી-બાગાયતના કુલ 71 હજાર હેકટર વાવેતર પૈકી 54 હજાર હેકટરમાં નુકશાની સામે આવી છે. જીલ્લામાં 125થી વઘુ ગ્રામ સેવકો, 04 વિસ્તાર અઘિકારીઓ, 20 કૃષી યુનિર્વસીટીના અઘિકારીઓ, 20 બાગાયત અઘિકારીઓ મળી 225થી વઘુ કર્મચારી અને અધિકારીઓની ટીમ કામે લાગી છે.

Latest Stories