ગીર-સોમનાથ : તાઉતે વાવાઝોડા બાદ તાલાલા માર્કેટ યાર્ડમાં ફરીથી કેસર કેરીની માંગ વધતા ખેડૂતોમાં આનંદ

New Update
ગીર-સોમનાથ : તાઉતે વાવાઝોડા બાદ તાલાલા માર્કેટ યાર્ડમાં ફરીથી કેસર કેરીની માંગ વધતા ખેડૂતોમાં આનંદ

તાઉતે વાવાઝોડામાં સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું હતું અને ખાસ કરીને કેરીને નુક્સાની થતાં તેના ભાવ પણ તળિયે પહોચ્યા હતા ત્યારે ફરીથી તાલાલા માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ રહી છે અને કેસરની માંગ વધતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

તાઉતે વાવાઝોડા બાદ ગીર સોમનાથ અને તેની આસપાસ કેરીના પાકને ભારે નુકસાન થયું હતું તેને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. કેસર કેરી વિશ્વ વિખ્યાત છે પણ વરસાદ અને પવનને કારણે કેસર કેરીના ભાવ તળિયે પોહચી ગયા હતા અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાની ભીતી સેવાઇ હતી. જોકે, છેલ્લા બે દિવસથી તાલાલા માર્કેટ યાર્ડ્માં ભારી માત્રમાં કેસર કેરીના બોક્ષની આવક થઇ રહી છે. આસપાસના ખેડૂતોની કેરીની વધારે બોલી બોલવામાં આવતા જગતનો તાત ખુશ થયો છે.

વાવાઝોડા પહેલા કેસર કેરીના 10 કિલોના ભાવ 800 થી 1000 વચ્ચે બોલાયા હતા પરંતુ વાવાઝોડાની તબાહી બાદ આ કેરીના 10 કિલોના ભાવ 100 થી 200 રૂપિયા થઇ ગયા હતા અને છતાં કોઈ લેવા તૈયાર થતું ન હતું પરંતુ હવે ફરીવાર માર્કેટમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીના 10 કિલોના ભાવ 700 થી 800 રૂપિયા હરાજીમાં બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Latest Stories