ગીર-સોમનાથ: મરચાનું મબલખ ઉત્પાદન પણ વચેટિયાઓના કારણે ખેડૂતો પરેશાન

New Update
ગીર-સોમનાથ: મરચાનું મબલખ ઉત્પાદન પણ વચેટિયાઓના કારણે ખેડૂતો પરેશાન

ગીરસોમનાથમાં હીરણ નદીના કીનારાના ગામો લીલા મરચાનો ગઢ મનાય છે. હાલ ભારે માત્રામાં મરચાના પાકથી ખેતરો છલકાયાં છે, પરંતુ વચેટીયાઓના કારણે ખેડુતોમાં નીરાશા છે, યોગ્ય ભાવ માટે ખેડુતો સરકારને વીનંતી કરી રહ્યા છે.

ગીરસોમનાથ જીલ્લાના સુત્રપાડા અને વેરાવળ તાલુકાના ગામો જે હીરણ નદીના કીનારા પર આવેલા છે જેમાં નાવદ્રા ઈશ્વરીયા,ઈન્દ્રોઈ, સોનારીયા મીઠાપુર,સહીતના અનેક ગામો મરચાના પાક માટે ગઢ મનાય છે અહી સાનુકુળ જમીન પાણી અને હવામાનના કારણે ભારે માત્રામાં લીલા મરચાઓનું વાવેતર કરાય છે ત્યારે હાલ ખેતરો મરચાથી છલકાયાં છે પરંતુ ખેડુતોમાં આટલો મબલખ પાક હોવા છત્તાં નીરાશા વ્યાપી છે.ખેડુતોની વાત માનીએ તો હાલ મરચા નો મબલખ પાક ખેડુતો પાસે છે ત્યારે ભાવ તળીયે છે.એક મરચાના થેલામાં 12 થી 14 કીલો મરચા હોય જેનો ભાવ 150 થી 200 રૂપીયા મળે છે અને કીલો મરચાના માત્ર 15 થી 17 રૂપીયા મળે છે.જે ખર્ચ કરતા ઓછું વળતર આપે છે.પરંતું ખેડુતો પાસે થી બજારમા પહોચતાં આ જ મરચાના 50 થી 60 રૂપીયા કીલોના થાય છે ત્યારે ખરી મહેનત કરનારને પુરતો ભાવ નથી મળતો અને વચેટીયાઓ માલામાલ બની જાય છે ત્યારે યોગ્ય ભાવ મળે તેવી સરકાર વ્યવસ્થા કરે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે

Latest Stories