/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/05195510/1-3.jpg)
ગોધરા શહેરમાં પ્રીમોન્સૂન કામગીરી કરવામાં ન આવતા વારંવાર પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. ગોધરા શહેરમાં ગઈ રાત્રીના સમયે સામાન્ય પવન ફૂંકાતા પશ્ચિમ વિસ્તારોમાં વીજ પુરવઠો મોડીરાત સુધી ખોરવાતા લોકો થયા ગરમીમાં રેબઝેબ
ગોધરા મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની લાલીયાવાડી સામે આવી છે. ગોધરા શહેરના પિશ્ચમ પેટા વિભાગીય કચેરીના ફીડરો સામાન્ય પવન ફૂંકાતા ઠપ્પ થઈ ગયા હતા સરકાર દ્વારા પ્રીમોન્સૂન કામગીરી માટે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ પશ્ચિમ પેટા વિભાગીય કચેરીના નાયબ કાર્ય પાલક ઈજનેર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી નહિ કરીને ગ્રાન્ટનો દુરૂપયોગ કરવામાં આવતા પશ્ચિમ વિસ્તારના ફીડરો ઠપ્પ થઈ જતા વીજ પુરવઠો ખોરવાય ગયો હતો અને સમગ્ર વિસ્તારો અંધારપટ છવાઈ જતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ત્યારે માથા ઉપર ચોમાસની ઋતુ હોય અને ગોધરા સીટીના ફીડરોનું મેન્ટેનન્સ ન કરવામાં આવતા વારંવાર પિશ્ચમ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાવવાની સ્થિતિ સર્જાવા પામી છે ત્યારે આ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સમય સુચકતા રાખીને દરેક ફીડરોનું સમયસર મેન્ટેનન્સ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.