/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/14181003/maxresdefault-164.jpg)
ગુજરાતી ફિલ્મો પરંપરાગત બીબાઢાળમાંથી બહાર આવી એક નવા આયામ તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મોને નવી ઓળખ આપવા માટે અંકલેશ્વરની પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ પ્રોડકશન કંપની રતનપુરની સફળતા બાદ વધુ એક ફીલ્મ લઇને આવી રહી છે અને તે ફિલ્મનું નામ છે ગુજરાત - 11. ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌથી ખર્ચાળ ગણાતી ફીલ્મથી બોલીવુડની અભિનેત્રી ડેઇઝી શાહ ગુજરાતી ફીલ્મક્ષેત્રમાં પર્દાપણ કરી રહી છે. ફીલ્મના કલાકારોએ અંકલેશ્વરની મુલાકાત લીધી હતી અને ફીલ્મ દરમિયાન તેમના અનુભવોને વાગોળ્યાં હતાં.
અંકલેશ્વરની પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ
એન્ડ પ્રોડકશનની રતનપુર ફીલ્મને દર્શકોનો અભુતપુર્વ પ્રતિસાદ સાંપડયો હતો. ગુજરાતી
ઇન્ડસ્ટ્રીઝને આગવી ઓળખ આપી નવી ઉંચાઇઓ સુધી લઇ જવાની કટીબધ્ધતા સાથે કંપનીના એમડી
એમ.એસ.જોલી, તેમના પુત્ર કરણ જોલી તથા પત્ની અનિરૂત જોલી સતત પ્રયાસશીલ છે. તેમના
અથાગ પ્રયાસો અને મહેનત બાદ ગુજરાતી દર્શકો માટે વધુ એક ફીલ્મ 29મી નવેમ્બરના રોજ
સિનેમાગૃહોમાં પ્રર્દશિત થવા જઇ રહી છે અને ફીલ્મનું નામ છે ગુજરાત - 11. ઇલેવન. આ ફીલ્મનું
નિર્માણ પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ, જે.જે. ક્રિએશન, એચ.જી. પિકચર્સ તથા
વાય.ટી. એન્ટરટેઇન્મેન્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું છે.
ઈલેવન શબ્દ સાંભળતાની સાથે દરેકના મનમાં ક્રિકેટની રમત નજર સામે તરી આવે છે પણ ગુજરાત -11 એ ફુટબોલની રમતને આવરી લેતી ફીલ્મ છે. ફુટબોલની રમતમાં જે રીતે 22 ખેલાડીઓ હોય છે અને તેમનો એક માત્ર લક્ષ્ય ગોલ હોય છે તે થીમ પર ગુજરાત -11 ફીલ્મ જાણીતા દિગ્દર્શક જયંત ગીલાટરે બનાવી છે. ફીલ્મમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી ડેઇઝી શાહ, ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આગવી નામના ધરાવતાં પ્રતિક ગાંધી અને કેવીન દવે સહિતના કલાકારો અભિનય કરી રહયાં છે. ગુજરાત- 11 ફીલ્મના કલાકારો અવધ મહેતા, પ્રદિપ હરસોલા, કશિશ શેલત અને જયનીત પોપટે અંકલેશ્વરની મુલાકાત લીધી હતી અને ફીલ્મના નિર્માણ દરમિયાન તેમના અનુભવો અને ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે મન ખોલીને વાતો કરી હતી.