રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યાવાહી સામે આવી છે. પાપ્ત વિગતો મુજબ એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને એટીએસએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનો હતો રાજકોટ – જામનગર હાઈવે પર પડધરી ગામ નજીક ગઈકાલે રાતથી કાર્યવાહી ચાલી રહી હતી જ્યાંથી મુદ્દમાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે.
ગુજરાત ATSએ 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું
એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
