ભરૂચના આમોદના ભીમપુરા રોડ પર આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે ગાંધીજીના જીવન અને વિચારો સાથે જોડાયેલા પુસ્તકોનું વાંચન કરી ચરખો ચલાવવામાં આવ્યો હતો.ઉપસ્થિતોએ સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સ્વદેશીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.