Connect Gujarat
Featured

“પરીક્ષા રદ્દ” : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરાઇ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

“પરીક્ષા રદ્દ” : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરાઇ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
X

કોરોના કાળના લીધે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં CBSCની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ દ્વારા બેઠકનો દોર શરૂ થઈ ગયો હતો, ત્યારે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ હતી, ત્યારે આખરે આજે બુધવારના રોજ કેબિનેટની મળેલી બેઠકમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. જેમાં CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે, કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં બોર્ડની પરીક્ષાની ફેર વિચારણા અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.

ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા. 1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે, ત્યાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી અને સાથે જ પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું શરૂ કરાયું હતું. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે CBSEના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરતાં રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં ધો.12ની પરીક્ષા નહીં લઈ હાલ પૂરતી આ પરીક્ષા રદ્દ કરવા અંગે મોટી જાહેરાત કરી છે.

Next Story