New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/21125310/WhatsApp-Image-2020-07-21-at-11.43.46-AM-e1595316207309.jpeg)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી યુવા નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે સવારે જામનગરમાં તેમનું આગમન થતાં સ્થાનિક કોંગી અગ્રણીઓ દ્વારા હારતોરા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે તેઓને મોટા પુષ્પ હારથી આવકારવામાં આવ્યા હતા. આ સમયે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કર્ણદેવ સિંહ જાડેજા, તેમજ અન્ય કોંગી અગ્રણીઓ કોર્પોરેટરો સહિતના આગેવાનોએ ફુલહાર સાથે સ્વાગત કર્યું હતું.
Latest Stories